February 9, 2025

ઝારખંડમાં મુસ્લિમોની વધતી સંખ્યાને જોઈને રવિવારને બદલે શુક્રવારે રજા રાખવામાં આવી

Ahmedabad Samay

ઝારખંડ મુસ્લિમોની વધતી સંખ્યાને જોઈને રવિવારને બદલે શુક્રવારે રજા રાખવામાં આવી છે. ૧૦૦ સરકારી શાળાઓમાં  આ માટે  નિયમો બદલાયા છે.

ઝારખંડના ગઢવાની એક માધ્યમિક શાળામાં હાથ જોડ્યા વિના  પ્રાર્થના કરવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો.  અહીં મોટી મુસ્લિમ વસ્તીને કારણે નમાજના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું હિન્દી જનસત્તા નોંધે છે.

આ અહેવાલ મુજબ ઝારખંડમાં આવી શાળાઓની સંખ્યા સતત વધી રહી છે, જ્યાં મુસ્લિમ વસ્તીમાં વધારો થતાં, સાપ્તાહિક રજા ધીમે ધીમે રવિવારથી શુક્રવાર માં બદલાઈ ગઈ છે.  રાજ્યના જામતાડામાં ૧૦૦ જેટલી સરકારી શાળાઓ છે, જ્યાં મુસ્લિમોની વસ્તી વધવાને કારણે સાપ્તાહિક રજા રવિવારથી શુક્રવાર સુધી બદલવામાં આવી છે.