બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આનંદ પંડિતના પ્રોડક્શન હેઠળ બની રહેલી ગુજરાતી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’માં અમિતાભ બચ્ચન એક્ટિંગ કરતા જોવા મળશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રોડ્યુસરે જણાવ્યું કે, ‘ફકત મહિલાઓ માટે’ ફિલ્મનો આઈડિયા સાંભળીને અમિતાભ બચ્ચને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. તેઓને મારામાં વિશ્વાસ છે માટે તેઓ આ ફિલ્મ કરશે. અમિતાભ બચ્ચન પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.
જયારે અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ ગુજરાતી ફિલ્મમાં કેમિયો કરશે તે જાણીને હું આશ્ચર્ય પામી ગયો હતો. તેમણે કહ્યું કે, જયારે હું ‘ફકત મહિલાઓ માટે’ નામની આ ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો હતો ત્યારે તેની સ્ક્રિપ્ટ લઈને અમિતાભ બચ્ચન પાસે ગયો હતો. અમિતાભ બચ્ચન સુપરસ્ટાર છે અને મેં તેઓને ગુજરાતી ફિલ્મમાં કેમિયો રોલ વિશે જણાવ્યું. ત્યારે તેમણે ગુજરાતી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’માં કેમિયો રોલ કરવાની હા પાડી દીધી.
આનંદ પંડિતે વધુમાં જણાવ્યું કે તેમણે ગુજરાતી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’માં કેમિયો કરવા બદલ કોઈ ફી લીધી નથી. આ જાણીને હું અભિભૂત થઈ ગયો કારણકે માત્ર અમારી મિત્રતાને લીધે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’માં કેમિયો રોલ કરવા માટે હા પાડી દીધી. તેમજ અમિતાભ બચ્ચન કેમિયો રોલ કરવા માટે કોઈ ફી નહીં લે. તેમણે આ ફિલ્મમાં ગુજરાતી કલાકારો સાથે પરફોર્મ કર્યું છે.