અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા જરૂરતમંદ અને શ્રમિક વર્ગ ના મહિલાઓ માટે રોજગાર સહાયક મેહંદી કોર્ષ ના પ્રશિક્ષણ માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ ની શરૂઆત કરવા મા આવી હતી.
આ કોર્ષ માટે શ્રમિક વર્ગ અને જરૂરત મંદ મહિલાઓ મા અનેરો ઉત્સાહ જેવા મળ્યો અને અધિક માત્રા મા મહિલાઓ અને છોકરીઓ ભાગ લીધો હતો , સ્વધા સોસિયલ ફાઉન્ડેશન વતી શ્રીમતી આશા શર્માજી એ જણાવ્યું હતું કે આ કોર્ષ આવતા સમય મા પણ ચાલુ રહેશે જેથી વધારે મા વધારે મહિલાઓ ને રોજગા૨ લક્ષી પ્રશિક્ષણ લઈ મહિલાઓ પોતાની સાથે તેમના પરિવાર ના સામાજીક અને આર્થિક વિકાસ કરી શકશે