April 21, 2024

31 જુલાઇ સુધી ફાઇલ કરો ઇન્કમટેક્સ રિટર્ન, ITR ભરતા સમયે આ 8 વાતોનું રાખો ધ્યાન

Ahmedabad Samay
નાણાકીય વર્ષ 2021-2022 માટે 31 જુલાઇ સુધી ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું છે. એવામાં જો તમે અત્યાર સુધી ITR ફાઇલ નથી કર્યુ તો જલ્દી કરી દો. એક્સપર્ટ્સ અનુસાર ITR ભરતા સમયે તમારે કેટલીક જરૂરી સાવધાની રાખવી જોઇએ. કારણ કે ભૂલ થવા પર તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

સાચો ITR ફોર્મ પસંદ કરો

આયકર વિભાગે કેટલાક ITR ફોર્મ નિર્ધારિત કર્યા છે. તમારે પોતાની આવકના સાધનના આધાર પર સાવધાનીથી પોતાનું ITR ફોર્મ પસંદ કરવુ પડશે નહી તો આયકર વિભાગ તેને રિજેક્ટ કરી દેશે અને તમારે ઇન્કમટેક્સ સેક્શન 139 (5) હેઠળ રિવાઇજ્ડ રિટર્ન દાખલ કરવા માટે કહેવામાં આવશે.

ઇન્કમની સાચી જાણકારી આપો

હંમેશા પોતાની આવકની સાચી જાણકારી આપવી જોઇએ. જો તમે જાણી જોઇને અથવા ભૂલથી પણ આવકના તમામ સ્ત્રોત નથી બતાવતા તો તમને આયકર વિભાગની નોટિસ આવી શકે છે. બચત ખાતાના વ્યાજ અને ઘરના રેન્ટથી થતી આવક જેવી જાણકારી પણ આપવાની હોય છે, કારણ કે આ આવક પણ ટેક્સના દાયરામાં આવે છે.

બેન્ક ખાતાની ડિટેલ ના ભરવી

ઘણા લોકો પોતાના તમામ બેન્ક ખાતાની જાણકારી નથી આપતા, જેનાથી તેમણે નાણાકીય વર્ષમાં લેવડ દેવડ કરી છે. આવુ કરવુ ખોટુ છે કારણ કે આયકર વિભાગે પોતાના અધિનિયમમાં સ્પષ્ટ કહ્યુ છે કે ટેક્સપેયર્સે પોતાનું નામ રજીસ્ટર્ડ તમામ બેન્ક ખાતાની જાણકારી આપવી જરૂરી છે.

ફોર્મ 26AS ડાઉનલોડ કરો અને પોતાની આવકને મેચ કરો

ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ તમારી આવક પર કાપવામાં આવેલા TDSની ચુકવણીની તમામ જાણકારી આપે છે. પોતાના ટેક્સ રિફંડ ક્લેમ કર્યા પહેલા તેની તપાસ જરૂર કરો. ટેક્સપેયરને ઇન્કમટેક્સ રિટર્ન ભર્યા પહેલા Form 26AS અને Form 16/16Aથી ઇન્કમ મળાવવા માટે કહેવામાં આવે છે. આ ટેક્સ કેલકુલેશનમાં કોઇ પણ રીતની ભૂલને તમારાથી બચાવશે જેનાથી તમે એક સાચો ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો.

ટેક્સ રિટર્નને વેરિફાઇ કરો

કેટલાક લોકોને લાગે છે કે ટેક્સ રિટર્ન ભર્યા બાદ તેમનું કામ ખતમ થઇ ગયુ છે પરંતુ તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ તેને વેરિફાઇ પણ કરવાનું હોય છે. તમે પોતાના ઇન્કમટેક્સને ઇ-ફાઇલિંગ પોર્ટલ પરથી પોતાના ટેક્સ રિટર્નને ઇ-વેરિફાઇ કરી શકો છો.