September 23, 2026
અપરાધ

પાટડી તાલુકાના ગેડીયા તાડપત્રી ગેંગનો ગુજસીટોકનો બે વર્ષથી નાસતો ફરતો આરોપી બજાણા પોલીસના હાથે ઝડપાઇ ગયો

પાટડી તાલુકાના ગેડીયા તાડપત્રી ગેંગનો ગુજસીટોકનો બે વર્ષથી નાસતો ફરતો આરોપી બજાણા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. કુલ 11 ગુનામાં સંડોવાયેલા આરોપીને બજાણા પોલીસે બાઇક સાથે સીમમાંથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસે ખેડૂતનો વેશ ધારણ કરી આરોપીને ખેતરમાંથી ઝબ્બે કર્યો હતો.

….બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે ગુજસીટોકના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા કુખ્યાત આરોપીને ઝબ્બે કરવા ગેડીયા ગામની રામગ્રીના જૂના માર્ગની સીમમાં ખેડૂતના વેશ ધારણ કરી ખાનગી ડ્રેસમાં છટકું ગોઠવી અચાનક દરોડો પાડ્યો હતો. ત્યારે ગેડીયા તાડપત્રી ગેંગનો આરોપી સીકંદરખાન અનવરખાન જતમલેક (ગેડીયા) ખાનગી વેશમાં આવતા પોલીસને જોઇને પોતાના પલ્સર બાઇકમાં ભાગવા જતા બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે આરોપીને કોર્ડન કરી લેતા આરોપી સીકંદરખાન અનવરખાન જતમલેક ખેતરમાં બાઇક મૂકીને કાંટાળી વાડનો લાભ લઇ આગળ વરીયાળીના મોટા ખેતરમાં છુપાઇ ગયો હતો. બજાણા પોલીસે આ વરિયાળીના ખેતરને કોર્ડન કરી આરોપીને પલ્સર બાઇક સાથે દબોચી લીધો હતો. ગેડીયા તાડપત્રી ગેંગનો આ આરોપી કુલ 11 ગુનાઓમાં સંડોવાયેલો હતો. જેમાં બજાણા પોલીસ હદના છ ગુનામાં, વઢવાણ પોલીસ હદના એક ગુનામાં અને વિરમગામ રૂરલ પોલીસની હદના એક ગુન્હામાં સંડોવાયેલો હોવાથી સાથે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હદના એક ગુન્હામા, બજાણા પોલીસ હદના એક ગુન્હામાં અને વિરમગામ રૂરલ પોલીસની હદના એક ગુન્હામાં મોસ્ટ વોન્ટેડ હોવાથી સાથે કુલ 11 જેટલા ગુન્હાનો કુખ્યાત આરોપી સીકંદરખાન અનવરખાન જતમલેકને બજાણા પોલીસે દબોચી લીધો હતો. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, ક્રિપાલસિંહ, જયંતિભાઇ વેંચીયા, મહિપાલસિંહ, સંદિપભાઇ અને મેલાભાઇ ઝાંપડીયા સહિતનો બજાણા પોલીસ મથકનો સ્ટાફ સાથે હાજર હતો.

Related posts

રાજકોટમાં યુવા ભાજપના નેતાએ જાહેરમાં કર્યું ફાયરીંગ, નેતાની ખુલ્લેઆમ દાદાગીરી

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

લગ્નની જાન લઇને આવતા જાનૈયાઓને અટકાવાતા જાનૈયાઓએ વેજલપુર પોલીસ ઉપર હૂમલો કર્યો

Ahmedabad Samay

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

રાજકોટના બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ: હુમલામાં મહિલા સહિત ૬ ઘવાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો