September 11, 2026
ગુજરાતતાજા સમાચાર

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે. આમ તો, દિવાળી પછીથી જ વહેલી સવારે સામાન્‍ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડી વધશે. સમગ્ર રાજયમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. હવે પછીના પાંચ દિવસ તાપમાન યથાવત્‌ રહેશે પરંતુ તે બાદ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જયોતિષીઓએ પણ આગાહી કરી છે કે, નવેમ્‍બર મહિનાની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્‍તારમાં હિમ વર્ષા થશે. તેથી નવેમ્‍બરમાં જ રાજયમાં ઠંડી જમાવટ કરશે. ઉપરાંત કેટલાક વિસ્‍તારોમાં પારો ૧૦ ડિગ્રીની નીચે જઈ શકે છે.

રાજયમાં બે-ત્રણ દિવસ સુધી રાજયમાં લઘુત્તમ તાપમાન ૧૮દ્મક૨૩ ડિગ્રી સુધી રહી શકે છે. જેથી વહેલી સવારે ફુલગુલાબી ઠંડી અનુભવાશે. રાજયના કેટલાય ભાગોમાં હજી બપોરે ગરમી અનુભવાઈ રહી છે પરંતુ તેમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળશે. નવેમ્‍બરમાં પર્વતીય વિસ્‍તારોમાં હિમવર્ષા થવાની વકી છે. આગાહી પ્રમાણે, ધીમે-ધીમે હિમવર્ષા વધતાં ઉત્તર પર્વતીય પ્રદેશો સહિત પંજાબ, હરિયાણા, દિલ્‍હીના ક્ષેત્રોમાં સામાન્‍ય વરસાદ પડી શકે છે. પરિણામે ગુજરાતના કેટલાય વિસ્‍તારોમાં ઋતુ પરિવર્તન જોવા મળશે. ૫ થી ૮ નવેમ્‍બર સુધી ઠંડી પડશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.

રાજયમાં સામાન્‍ય રીતે ઠંડી ડિસેમ્‍બરની શરૂઆતમાં પડશે. ૨૨ ડિસેમ્‍બર બાદ ઠંડીનું જોર વધશે અને હાડથીજવતી ઠંડી પડશે. આ વખતે શિયાળો થોડો લાંબો ચાલી શકે છે. ડિસેમ્‍બર પછી વારંવાર માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે રાજયના કેટલાય ભાગોમાં માવઠા જેવો માહોલ રહી શકે છે.

Related posts

રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે હિયા ફાઉન્ડેશન ની ટીમ મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા “ઓપરેશન ક્લિન” હાથ ધરવામાં આવ્યું

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા અમદાવાદમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ નિરવાણા અહસાસો કી બૌછાર

Ahmedabad Samay

આદિત્‍ય એલ-૧ ૧૫ લાખ કિમીની લાંબી મુસાફરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો