પરપ્રાંતીઓ ના વતન વાપસી માટે ટ્રેન અને બસના ભાડા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ રાજનીતિ કરતા રહ્યા અને NCP ના મહામંત્રી એ વિનામુલ્યે ફ્રી માં જમવાના પ્રબંધ સાથે પરપ્રાંતીય અને મજુરો ને પોતાના વતન મધ્યપ્રદેશ જવા માટે બે બસ રવાના કરીદિધી.
માર્ચ માસથી લાગુ પડેલા લોકડાઉન થી ઘણા બધા લોકો જ્યાં ત્યાં ફસાઈ ગયા છે લોકડાઉન ૩.૦ લાગુ પડ્યા બાદ કેન્દ્ર સરકાર પરપ્રાંતીય અને મજુરો ને પરત પોતાના વતન પાછા મોકલવાનું ધ્યાન આવ્યું અને તે માટે બસ અને ટ્રેન ની સુવિધા ઉપલબ્ધ કરવાની પરવાનગી આપી પરંતુ ટિકિટના પૈસા મુસાફર પાસે લેવાના નિર્ણય થી આવા સમયે રાજનીતિ એ ગરમાવો પકડ્યો ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા, કોંગ્રેસના સોનિયા ગાંધીએ એલાન તો કર્યું મુસાફરો ની ટિકિટ ના પૈસા કોંગ્રેસ આપશે પરંતુ સ્પષ્ટ ન કર્યું કે કેવીરીતે આપશે, તો રાજનીતિમાં પાછું ગરમાવો પકડાયું, તેવામાં ગુજરાત NCP ના મહામંત્રી નિકુલ સિંહ તોમરે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા કુબેરનગર માં ફસાયેલા લોકો, મજુરો અને પરપ્રાંતીયો માટે મધ્ય પ્રદેશ જવા માટે સરકાર ના ગાઈડલાઈન પ્રમાણે બે બસને સેનેટરાઈજ કરી વિનામૂલ્યે ફ્રી માં ખાણી પીણીના પ્રબંધ સાથે રવાના કરી.
નિકુલ સિંહના આ નિર્ણય ને ખરેખર વખાણવા લાયક છે ભાજપ કોંગ્રેસ ટિકિટ ના મુદ્દે રાજનીતિ ગરમાવો કરતી રહી અને NCP ના મહામંત્રી એ રાજકારણ ભૂલી પોતાની માનવતા દાખવી લોકોના દિલમાં જગ્યા બનાવી ગયા.
આટલું જ નહીં નિકુલ તોમરે લોકડાઉન ના પ્રથમ દિવસ થીજ ગરીબ લોકો માટે ખડેપગે સેવા કરે છે, લોકોમાટે બે સમય નું સ્વાદિષ્ટ જમવાનું, ફૂડ પેકેટ અને રાશન પૂરતું પાડ્યું છે.