કોરોના સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજય સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા લોકડાઉનના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં નાગરિકોને મોટર વિહિકલ એકટ-૧૯૮૮ તથા તેના નિયમો હેઠળના દસ્તાવેજોની વેલિડિટી બાબતે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇશ્યૂ કરવામાં આવી છે.
તે મુજબ વાહનના ફિટનેસ, પરમીટ (તમામ પ્રકાર), લર્નિંગ લાયસન્સ, ડ્રાઈવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ અથવા મોટર વિહિકલ એકટ-૧૯૮૮તથા તેના નિયમો હેઠળના તમામ દસ્તાવેજોની વેલિડિટી તા.૩૦મી સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે.