ગુજરાતમાં વેચાઇ રહ્યું છે ખુલ્લેઆમ દેશી દારૂ, અમદાવાદમાં પ્રજા દેશી દારૂના અડ્ડાઓ થી ત્રાહિમામ, પોલીસના રહેમ રાહ નીચે ધસમસી રહ્યા છે દેશી દારૂના અડ્ડા, અશોક મીલ અને ઘાંચીની ચાલી વચ્ચે ચાલતો ફકિરનો અડ્ડો અને સી કોલોની ની સામે જાહેર શૌચાલય ની પાછળ ચાલતો ઘાઘુ નો અડ્ડો જેનો મુળ માલિક કમલેશભૈયા છે તે અને વહીવટીદાર ઘવારા બીજાના નામની પરમિશન લઈને આવા દેશી તેમજ ઈગલીશ દારૂના અડ્ડા ચલાવે છે,
રહેણાક વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાને કારણે ઘણી યુવતીઓની છેડતી થતી હોય છે, ઝઘડો થતો હોય છે, આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠેછે, ફરિયાદો કરવામાં આવે છે, તો પણ આ દેશી દારૂના અડ્ડા બંધ નથી થતા, દેશી દારૂ અંગેના કડક કાયદા ફક્ત ને ફક્ત કેહવા પુરતાજ છે, કડક કાયદાને કારણે વહીવટદારો ઉચા વહીવટ કરવા લાગ્યા છે, શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ કમલેશ ભૈયા નામનો બુટલેગર બેફામ દેશી દારૂનો ઠેકો ચલાવતો હતો હવે તે નથીતો તેને બદલે તેના નવો બુટલેગર અડ્ડો ચલાવે છે.
ક્યાર સુધી પોલીસ તેમના દ્વારા કરેલા સારા કામો પર આવી રીતે હપ્તો લઇ પાણી ફેરવતી રહેશે,હવે જોવાનું રહ્યું કે, બુટલેગરોની હપ્તા ખોરી ક્યારે બંધ થશે?