હાલ ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે એવી કાળઝાળ ગરમીમાં લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ થતું હોય છે તેવામાં સેવ અર્થ એનજીઓ દ્વારા અબોલા પક્ષીઓ માટે સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે
આગામી સમયમાં શરૂ થનારી તીવ્ર ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને સેવ અર્થ એનજીઓ દ્વારા ડીઆરએમ ઓફિસ, અમદાવાદના પરિસરમાં, ડીઆરએમ શ્રી સુધીર કુમાર, જે.સી. બેંકના ડાયરેક્ટર શ્રી સંજય સૂર્યબલી, શ્રીમતી સંધ્યા યાદવ અને સેવ અર્થ એનજીઓ ની ટીમ દ્વારા રેલ્વે કર્મચારીઓ, ખાનગી સફાઈ કામદારો અને અધિકારીઓને હાથથી બનાવેલા માટીના કુંડાનો વિનામૂલ્યે વિતરણ કર્યું હતું,
જેમાં તેઓ પાણી ભરીને તેમના ઘર/ઓફિસ. ટેરેસ/બાલ્કનીમાં રાખી શકાય છે અને તરસ્યા પક્ષીઓને પાણી મળી શકે છે અને સાથે સાથે જે કુંભારો પોતાના હાથે માટીના ઘડા બનાવે છે તેમને પણ રોજીરોટી મળી રહે. આવા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આપણે વારંવાર આવા કલ્યાણકારી કાર્યો સેવ અર્થ NGO દ્વારા કરવામાં આવતા હોય છે.આ પુણ્ય કાર્યમાં 300 થી વધુ લોકોએ આ કુંડ પ્રાપ્ત કરી આ ભગીરથ કાર્યમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતુ.