September 27, 2026
બિઝનેસ

ભારતના આ ઉદ્યોગે દેશ માટે બચાવ્યું 34,800 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ, ઉત્પાદનની દ્રષ્ટિએ જાપાનને પણ પાછળ છોડી દીધું!

સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં સ્ટીલનું બીજું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે. હવે વિશ્વનું સ્ટીલ કેપિટલ કહેવાતું જાપાનને પણ પાછળ છોડીને ભારત આગળ વધી ગયો છે. આ સફળતાની સાથે સ્ટીલ ઉદ્યોગ દેશ માટે મૂલ્યવાન વિદેશી હૂંડિયામણની પણ બચત કરી રહ્યો છે. સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે જણાવ્યું હતું કે સ્ટીલ ક્ષેત્ર માટેની સરકારની નીતિઓએ આયાત ઘટાડીને દેશને રૂ. 34,800 કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે અને લગભગ 60 મિલિયન ટન ક્રૂડ સ્ટીલની ક્ષમતામાં વધારો કર્યો છે.

ઉત્પાદનના મામલામાં ચીન આપણાથી આગળ

સિંધિયાએ ‘સ્ટીલ ક્ષેત્રમાં સરકારી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ’ કાર્યક્રમમાં કહ્યું કે ભારતે જાપાનને પછાડીને સ્ટીલ ઉત્પાદનમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. ભારતીય સ્ટીલની ક્ષમતા વર્ષ 2014-15માં 109.8 મિલિયન ટનથી 46 ટકા વધીને નાણાકીય વર્ષ 2022-23માં 160.3 મિલિયન ટન થઈ છે. સ્ટીલનું કુલ ઉત્પાદન પણ 88.9 મિલિયન ટનથી વધીને 126.2 મિલિયન ટન થયું છે. સ્ટીલનો માથાદીઠ વપરાશ પણ આ સમયગાળા દરમિયાન 60.8 કિગ્રાથી 43 ટકા વધીને 86.7 કિગ્રા થયો છે.

માથાદીઠ વપરાશ બમણો કરવાનો લક્ષ્યાંક

રાષ્ટ્રીય સ્ટીલ નીતિ 2017 મુજબ, દેશ 2030-31 સુધીમાં ક્ષમતા વધારીને 300 મિલિયન ટન અને ઉત્પાદન 250 મિલિયન ટન કરવાનું લક્ષ્ય રાખે છે. જ્યારે માથાદીઠ વપરાશનો લક્ષ્યાંક 160 કિલો છે. સિંધિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે લોખંડ અને સ્ટીલ ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા માટે લાવવામાં આવેલી નીતિને કારણે દેશ અત્યાર સુધીમાં લગભગ રૂ. 34,800 કરોડની આયાત ઘટાડવામાં સફળ રહ્યો છે. તેનાથી દેશના વિદેશી હૂંડિયામણની પણ બચત થઈ છે.

Related posts

રાજકોટમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે એન્ટર પ્રીન્યોરશીપ અવેરનેસ પ્રોગ્રામ: સફળ ઉદ્યોગ સાહસિક બનવા અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન

Ahmedabad Samay

હોન્ડા કાર્સ ઈન્ડિયા કંપની પણ માર્કેટમાં CNG કાર લોન્ચ કરી શકે છે.

Ahmedabad Samay

પોસ્ટ ઓફિસ NSC vs ટેક્સ સેવિંગ બેંક FD: પૈસા ક્યાં જમા કરવા પર મળે છે વધુ રિટર્નનો બેનિફિટ

Ahmedabad Samay

UPI એકાઉન્‍ટ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરવાનું શરૂ કરશે, મળશે ઓવર્રાફટ જેવી સુવિધા

Ahmedabad Samay

મ્યુચ્યુઅલ ફંડની બેસ્ટ સ્કીમ શોધી રહ્યાં છો? આ ટીપ્સ તમને કરશે મદદ

Ahmedabad Samay

આ વસ્તુ સામે ચાંદીની કિંમત પણ ફિક્કી, લાખો રૂપિયામાં થશે કમાણી, શરૂ કરી શકો છો આ બિઝનેસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો