August 8, 2026
મનોરંજન

શેરશાહના અભિનયથી તેણે સાબિત કર્યુ છે કે તે બીજા રોલ પણ બખુબી ખુબ સારી રીતે નિભાવી શકે છે

અભિનેત્રી કિયારા અડવાણી ધીમા છતાં મક્કમ પગલે આગળ વધી રહી છે. તાજેતરમાં આવેલી ફિલ્મ શેરશાહના તેના અભિનયએ તેની સફળતાના ગુચ્છમાં વધુ એક પુષ્પ ઉમેરી દીધુ છું. કેપ્ટન બત્રાની અંતિમ યાત્રા વખતનું દ્રશ્ય ભલભલાને પીગળાવી દે તેવું છે. જેમાં કિયારાએ એટલી ભાવનાઓને ઠાલવી દીધી છે કે સમગ્ર દ્રશ્ય અસલી હોય તેવું બની ગયું છે.

કિયારા આમ તો બોલીવૂડમાં રોમાન્સની રાણી ગણાય છે. પરંતુ શેરશાહના અભિનયથી તેણે સાબિત કર્યુ છે કે તે બીજા રોલ પણ બખુબી ખુબ સારી રીતે નિભાવી શકે છે, રોમાન્ટીક સાથે લાગણીસભર દ્રશ્યો આપવામાં પણ તે પાવરધી છે.  કિયારાના હાથ પર હવે પછી ભૂલભૂલૈયા-૨, જુગ જુગ જીઓ અને આરસી-૧૫ નામની ફિલ્મો છે. કિયારાને કુદરત તરફથી સોૈંદર્ય અને આવડત પુષ્કળ મળ્યા છે. પણ તેણે પોતાની મહેનત અને લગનથી અભિનય કોૈશલ્યને ખુબ ખીલવ્યું છે.

Related posts

“ધ તાજ સ્ટોરી” ઇતિહાસને કોર્ટમાં લાવવાની અનોખી વાર્તા પરની પરેશ રાવલની ફિલ્મ ૩૧ ઓક્ટોબરમાં થશે રિલીઝ

Ahmedabad Samay

Satish Kaushik Death: હોળીના રંગોમાં તારાઓ સાથે મસ્તીમાં ડૂબેલા જોવા મળ્યા સતીશ કૌશિક, તસવીરો જોઈને આંખમાં આંસુ આવી જશે…

Ahmedabad Samay

દુબઈમાં યોજાનારા “ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨”ના નોમિનેશન્સની ઘોષણા કરાઈ

Ahmedabad Samay

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

પોન્‍નિયિન સેલ્‍વન ૧’ ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલી બિગ બજેટ ફિલ્‍મ છે. આ ફિલ્‍મે થિયટર્સમાં પહોંચતાં જ ધમાલ મચાવી

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો