તાજેતરમાં બોલિવૂડમાં ઘણી મોટી ફિલ્મોની જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. કેટલીક ફિલ્મોની શૂટિંગ ચાલી રહી છે જ્યારે કેટલીક ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. ત્યારે હાલમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’ પણ જબરદસ્ત ચર્ચાઓમાં ચાલી રહી છે. હાલમાં જ આ ફિલ્મનો એક નવો વીડિયો રિલીઝ થયો છે. આ વીડિયોમાં રણવીર સિંહનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ શર્ટલેસ જોવા મળી રહ્યો છે અને તેના સિક્સ પેક એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે.
રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’નો પોતાનો ઈન્ટ્રોડક્ટરી વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તે લોકોને મન્ડે મોટિવેશન આપતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં રણવીર સિંહ શર્ટલેસ થઈને વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. તેના દરેક સીનમાં, ‘રોકી રંધાવા’ની ભૂમિકા ભજવતો અભિનેતા તેના સિક્સપેક એબ્સને ફ્લોન્ટ કરતો જોવા મળે છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં પ્રખ્યાત પંજાબી રેપર નસીબનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. રણવીર સિંહનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો પર રણવીરને માત્ર ચાહકો તરફથી જબરદસ્ત કૉમેન્ટ્સ મળી રહયા છે, સાથે જ અનેક સેલિબ્રિટીઓએ પણ તેમની પ્રશંસા કરી છે. આ સેલેબ્સમાં રણવીરની પત્ની દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. દીપિકાએ આ પોસ્ટ પર એક ઇમોજી સાથે કમેન્ટ કરી છે જેમાં તે ડ્રૂલ કરી રહી છે. દીપિકાની કોમેન્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તેને રણવીર સિંહનો આ હોટ અવતાર ખૂબ જ પસંદ આવ્યો છે. તમને જણાવી દઈએ કે કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફલ્મ દ્વારા દિગ્દર્શક તરીકે કરણ જોહર કમ બેક કરી રહ્યા છે.