August 9, 2026
બિઝનેસ

બીગ બજારને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ ટેક ઓવર કર્યું, રિલાયન્સ હવે ચલાવશે બીગ બજાર

દેશના બીજા નંબરના સૌથી મોટા રીટેઇલર ફયુઅર રીટેઇલ લીમીટેડે પોતાના મોટાભાગના ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સનું ઓપરેશન બંધ કરી દીધું છે. કંપનીના મોટાભાગના સ્ટોર રવિવારે બંધ રહ્યા હતા. ન્યુઝ એજન્સી રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફયુચર ગ્રુપને ટેક ઓવરની પ્રક્રિયામાં છે.

ફયુચર ગ્રુપ લીઝનું ભાડુ નહોતું ચુકવી શકતું એટલે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કિશોર બિયાનીના નેતૃત્વવાળી ફયુચર ગ્રુપના એ રિટેઇલ સ્ટોરનું બ્રાન્ડીંગ કરશે, જેને કંપનીએ લીઝ પર લઇને ફયુચર ગ્રુપને સબ લીઝ પર આપ્યા છે. આ સાથે જ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફયુચર ગ્રુપના કર્મચારીઓને નોકરીની ઓફર પણ આપી છે.

રવિવારે મોલ અને સુપર માર્કેટમાં ખરીદી માટે સૌથી વધારે લોકો આવતા હોય છે પણ આ રવિવારે બીગ બઝાર રીટેઇલ ચેઇનના મોટાભાગના સ્ટોર બંધ રહ્યા. કંપનીની વેબસાઇટ પર પણ રવિવારે ઓર્ડર નહોતા મુકાઇ શકયા. બપોરે ૨.૩૦ વાગ્યે વેબસાઇટ ઓપન કરતા જ મેસેજ આવી રહ્યો છે કે વેબસાઇટને અપડેટ કરવાનું કામ ચાલુ છે. વેબસાઇટ પર લખેલું જોવા મળે છે, ‘નમસ્તે, અમે અમારી વેબસાઇટ અપગ્રેડ કરી રહ્યા છીએ. સારા અનુભવ માટે અમારી સાથે જોડાયેલા રહો – ટીમ બીગ બઝાર.’

ફયુચરે શનિવારે સ્ટોક એકસચેન્જિસને જણાવ્યું હતું કે તે પોતાની કામગીરીને ‘સ્કેલ ડાઉન’ કરી છે. રિલાયન્સે રિબ્રાન્ડિંગ કરતા અગાઉ સ્ટોક લેવાની શરૂઆત કરી હોવાથી રવિવારે ફયુચરના સ્ટોર્સ બંધ રહ્યા હતા. બિગ બઝારે ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘અમારા સ્ટોર ૨ દિવસ માટે બંધ રહેવાના છે તે જણાવતા અમને ખેદ થાય છે.’

ફયુચર ગ્રૂપની ઇ-કોમર્સ મોબાઈલ એપ અને વેબસાઈટ પરથી પણ ઓનલાઈન ઓર્ડર કરી શકાતા ન હતા. રિલાયન્સ જૂથ છેલ્લા બે વર્ષથી ફયુચર રિટેલ સાથે ૩.૪ અબજ ડોલરની ડીલ કરવા પ્રયાસ કરતું હતું. પરંતુ ફયુચરની પાર્ટનર Amazon.com એ કોન્ટ્રાકટનો ભંગ થયો હોવાનું કારણ આપીને સોદો અટકાવી દીધો હતો. ફયુચર-રિલાયન્સ ડીલને બ્લોક કરતી વખતે એમેઝોને દલીલ કરી હતી કે ફયુચરે તેની સાથેની ૨૦૧૯ની ડીલની શરતોનો ભંગ કર્યો છે.

Related posts

Multibagger stock: આ કન્સ્ટ્રક્શન કંપનીને ₹448 કરોડનો મળ્યો ઓર્ડર, સ્ટોકની કિંમત રૂપિયા 50 કરતાં ઓછી

Ahmedabad Samay

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે 46 ટકા DA, સરકાર ક્યારે આપશે મોટી ભેટ?

Ahmedabad Samay

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વિતી ગયા બાદ પણ તમારા માટે રીટર્ન ભરવાનો છે મોકો

Ahmedabad Samay

YouTube ના માધ્યમથી લાખો કમાવવા માટે ફોલો કરો આ ૮ સ્ટેપ

Ahmedabad Samay

વર્ષ ૨૦૨૪ સુધી રોલ્સ રોયસ ઓર્ડર બેંકની સાથે વિશ્વભરમાં સ્‍પેક્‍ટર માટે મજબૂત રૂચિ અને માંગ વધી

Ahmedabad Samay

બમણા ભાવે ટામેટાં ખરીદવાની સમસ્યાનો આવ્યો અંત, અહીં મળી રહ્યા છે 70 રૂપિયે કિલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો