September 26, 2026
દુનિયા

પાંચ દિવસથી જારી રૂસ-યુક્રેન જંગમાં આવતા ૨૪ કલાક ઘણા મહત્‍વના,યુક્રેનનો દાવો રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા

પાંચ દિવસથી જારી રૂસ-યુક્રેન જંગમાં આવતા ૨૪ કલાક ઘણા મહત્‍વના છે. બંને દેશોના સૈન્‍યને જંગમાં ભારે નુકશાન ઉઠાવવું પડયુ છે. દરમ્‍યાન રાષ્‍ટ્રપતિ પુટીને પરમાણુ સેનાને તૈયાર રહેવાના આદેશ આપ્‍યા બાદ સવારે ખાર્કિવ અને કીવમાં શકિતશાશળી ધડાકા થતાં લોકો ફફડી ઉઠયા હતાં.

યુક્રેનના રાષ્‍ટ્રપતિ જેલેસ્‍કીએ બ્રિટનના પીએમ બોરિસ જોન્‍સનને કહ્યુ છે કે યુક્રેન માટે અપાવતા ૨૪ કલાક ઘણા મહત્‍વના છે. યુક્રેનના પાટનગર કીવ અને ખારકીવમાં ભયાનક ધડાકા થયા છે એર એલર્ટ જાહેર કરાયુ છે. લોકોને સલામત સ્‍થળે ચાલ્‍યા જવા જણાવાયુ છે.

યુએન ન્‍યુક્‍લિયર વોચડોગ કહે છે કે મિસાઇલો યુક્રેનની રાજધાની કિવમાં રેડિયો એક્‍ટિવ ડિસ્‍પોઝલની સાઇટ પર ત્રાટકી છે. જો કે, ઇમારતોને નુકસાન અથવા રેડિયો એક્‍ટિવ સામગ્રી છોડવાના કોઈ સંકેતો નોંધાયા નથી.
યુક્રેનની સ્‍ટેટ સર્વિસ ઓફ સ્‍પેશિયલ કોમ્‍યુનિકેશન્‍સ એન્‍ડ ઈન્‍ફોર્મેશન પ્રોટેક્‍શને જણાવ્‍યું હતું કે સોમવારે સવારે યુક્રેનની રાજધાની કિવ અને મુખ્‍ય શહેર ખાર્કિવમાં વિસ્‍ફોટના અવાજ સંભળાયા હતા. ટેલિગ્રામ મેસેજિંગ એપ પર સંક્ષિપ્ત નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે તે પહેલા કિવમાં થોડા કલાકો સુધી શાંતિ હતી.

ઓસ્‍ટ્રેલિયા યુક્રેનને રશિયન આક્રમણનો પ્રતિકાર કરવા માટે ઘાતક લશ્‍કરી સાધનો પ્રદાન કરશે – એપી
વિદેશ પ્રધાન યોશિમાસા હયાશીએ સોમવારે જણાવ્‍યું હતું કે જાપાન બેલારુસિયન સરકારના અધિકારીઓ સહિત કેટલીક વ્‍યક્‍તિઓ સામે પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે.

રશિયાએ મૃતકો અને ઘાયલોની સંખ્યાનો ખુલાસો કર્યો નથી. મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે યુક્રેનના સૈનિકોની સરખામણીએ રશિયાને ઘણું ઓછું નુકસાન થયું છે. જો કે યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા છે અને ૨૦૦થી વધુ સૈનિકોને યુદ્ઘબંદી બનાવ્યા છે. યુક્રેને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે જંગ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં રશિયાના ૪૩૦૦ સૈનિકો માર્યા ગયા છે. અને ૨૦૦થી વધુને યુક્રેની સેનાએ બંધક બનાવી લીધા છે.

Related posts

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay

નોસ્ટ્રાડેમસના લખાણો મુજબ, જૂન ૨૦૨૬માં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની સંભાવના,માનવ સભ્યતા પર જોખમ વધશે

Ahmedabad Samay

તાલિબાને કબજો મેળવ્‍યા પછી કાબુલમાં મૃત્‍યુદંડની ૧૧મી સજા, પરિવારના ૧૩ સભ્‍યોની હત્‍યા કરનારાની ૧૩ વર્ષના બાળકે જાહેરમાં આપી સજા

Ahmedabad Samay

ભારતની સ્ટાર શૂટર ઇલાવેનિલ વાલારિવનએ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

Ahmedabad Samay

ભારતની જીત છતાં સૂર્યકુમાર યાદવે ટ્રોફી ઉપાડ્યા વિના એશિયા કપ સમાપ્ત થયો,પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો