October 12, 2024
બિઝનેસ

ફટકો / હવે Myntra પરથી શોપિંગ કરવી થઈ મોંઘી, દરેક ઓર્ડર પર ચૂકવવી પડશે ફી

Myntra Convenience Fee: જો તમે ઈ-કોમર્સ વેબસાઈટ Myntra પરથી ખરીદી કરો છો તો સાવધાન થઈ જાવો. કારણ કે મેન્ત્રા (Myntra) હવે દરેક ઓર્ડર પર કન્વીનિયન્સ ફી (Convenience Fee) લાદવાનો નિર્ણય લીધો છે. આ ફી તાત્કાલિક અસરથી લાગુ કરવા જણાવાયું છે. મળતી માહિતી મુજબ, 1000 રૂપિયાથી વધુના શોપિંગ (Shoping) ના ઓર્ડર પર 10 રૂપિયા ફી લેવામાં આવશે. કારણ કે, 1000 રૂપિયાથી ઓછી ખરીદી માટે 99 રૂપિયા પહેલેથી જ વસૂલવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, કંપનીએ પોતાની કમાણી વધારવા માટે આ સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે.

દરરોજ થાય છે 5 લાખ ઓર્ડર

આંકડા મુજબ, ઈ-કોમર્સ વેબસાઈટ મેન્ત્રા (E-Commerce Website Myntra) પરથી દેશભરમાં દરરોજ 5 લાખ ઓર્ડર આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ, મેન્ત્રા (Myntra) પોતાની કમાણી વધારવા માગે છે. તેથી જ સુવિધા ફી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેન્ત્રા (Myntra) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ સુવિધા ફી અન્ય કોઈપણ ફી કરતા અલગ હશે. એટલે કે, જે ફી પહેલેથી વસૂલવામાં આવે છે તે નિરંતર ચાલતી રહેશે. સુવિધા ફી આજથી જ લાગુ કરવા જણાવાયું છે. આપને જણાવી દઈએ કે, 1000 રૂપિયાથી ઓછી ખરીદી માટે 99 રૂપિયા પહેલાથી જ વસૂલવામાં આવે છે.

સેવાના બદલામાં લેવામાં આવી રહી છે ફી

મેન્ત્રા (Myntra) ના પ્રવક્તાના જણાવ્યા મુજબ, આવી નજીવી ફી અમારા જેવા પ્લેટફોર્મને ઘણી મદદ કરે છે જેથી કરીને અમે અમારા ગ્રાહકોને બેસ્ટ પ્રાઇસ સાથે વર્લ્ડ ક્લાસ શોપિંગ એક્સપીરિયન્સ પણ આપી શકીએ, સાથે જ અમે ગ્રાહકોને બેસ્ટ સર્વિસ આપીએ છીએ. તેથી જ થોડીક ફી વસૂલી શકાય છે. એટલે કે જો તમે આજથી જ ખરીદી માટે મેન્ત્રા (Myntra) પર ઓર્ડર કરો છો, તો તમારે વધારાની ફી ચૂકવવી પડશે.

Related posts

નવી ટેક્સ વ્યવસ્થા હોય કે જૂની, આવક આટલી હોય તો ટેક્સ સમાન, સમજી લો ગણતરી

Ahmedabad Samay

જાણવા જેવું / ટ્રેનના કોચ પર 5 આંકડાના કોડ પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય, જાણી લો તેના પાછળનું રાજ

Ahmedabad Samay

સોનાના ભાવમાં ઘટાડો, શું કારણથી ઘટ્યા ભાવ, જાણો અત્યારે શું છે ભાવ

Ahmedabad Samay

મોટા પ્રમાણમાં જમા કરવી છે 2000 રૂપિયાની નોટ? તો જાણી લો STFના નિયમો, નહીંતર આવી શકો છો ઈનકમ ટેક્સના સકંજામાં

admin

India-US Trade: ચીનને પાછળ છોડ્યું… અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, થયો જોરદાર વેપાર

Ahmedabad Samay

શુ આપ દુનિયાની સૌથી વિશાળકાય હોટેલ વિશે જાણો છો,આ છે ૧૦,૦૦૦ રૂમ ધરાવતી એકમાત્ર હોટેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો