September 28, 2026
બિઝનેસ

ChatGPT ને ટક્કર આપવા રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા AI ટૂલ ‘Hanooman’ પર કામ કરી રહી છે, ટૂંક સમયમાં લોન્‍ચ કરવામાં આવશે.

ChatGPTએ આખી દુનિયામાં ચર્ચા જગાવી છે ત્‍યારે મુકેશ અંબાણી પણ ચેટ જીપીટીના જવાબમાં ભારતીય AI લોન્‍ચ કરવા માગે છે. આ માટે રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ તેના AI ટૂલ ‘Hanooman’ પર કામ કરી રહી છે જેને ટૂંક સમયમાં લોન્‍ચ કરવામાં આવશે. આગામી દિવસોમાં ChatGPT અને હનૂમાન વચ્‍ચે ટક્કર થવાની શક્‍યતા છે. માર્ચ મહિનામાં જ હનૂમાન બજારમાં આવી જશે.


ભારતમાં સ્‍વદેશી આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ વિકસાવવા માટે આ એક મોટું કદમ હશે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ અને ભારતની IITઓના ટેકાથી ભારત GPT ગ્રૂપ બનાવવામાં આવ્‍યું છે અને તે હવે ‘Hanooman’ લોન્‍ચ કરશે. હનૂમાન એ ચેટ જીપીટી ટાઈપની સર્વિસ હશે.

હનૂમાનને તૈયાર કરવા માટે ભારતની આઠ IIT, રિલાયન્‍સ જિયો ઈન્‍ફોકોમ અને કેન્‍દ્ર સરકારે હાથ મિલાવ્‍યા છે. તાજેતરમાં મુંબઈ ખાતે ટેક્‍નોલોજી કોન્‍ફરન્‍સ યોજાઈ હતી જેમાં આ મોડેલની આછી ઝલક આપવામાં આવી હતી. તેમાં એક મોટર સાઈકલ મિકેનિકે તમિલ ભાષામાં AI બોટ સાથે વાતચીત કરી હતી. એક બેન્‍કરે આ ટૂલ સાથે હિંદીમાં વાત કરી હતી જયારે હૈદરાબાદ સ્‍થિત એક ડેવલપરે આ ટૂલનો ઉપયોગ કરીને કોમ્‍પ્‍યુટક કોડ રાઈટ કર્યા હતા. આ મોડેલ ચાર ફિલ્‍ડમાં કામ કરશે અને તે ૧૧ ભાષાઓમાં ઉપલબ્‍ધ હશે. તેના કારણે હેલ્‍થકેર, ગવર્નન્‍સ, ફાઈનાન્‍શિયલ સર્વિસિસ અને એજયુકેશનના ક્ષેત્રમાં આખું ચિત્ર બદલાઈ જાય તેવી શક્‍યતા છે.

આઈઆઈટી બોમ્‍બેના ડિપાર્ટમેન્‍ટ ઓફ કોમ્‍પ્‍યુટર સાયન્‍સ એન્‍ડ એન્‍જિનિયરિંગના ચેર ગણેશ રામાક્રિષ્‍નને કહ્યું કે આ મોડેલ સ્‍પીચ-ટુ-ટેક્‍સ્‍ટ કેપેબિલિટી પણ દર્શાવશે. તેથી તે વધારે યુઝર ફ્રેન્‍ડલી બનશે. આ ઉપરાંત બીજી કંપનીઓ પણ AI પર કામ કરી રહી છે. તેમાં અબજોપતિ વિનોદ ખોસલાના ફંડ અને લાઈટસ્‍પીડ વેન્‍ચર્સ પાર્ટનર્સ જેવા વેન્‍ચર કેપિટલ રોકાણકારો સામેલ છે. તેઓ સર્વમ અને કૃત્રિમ નામના સ્‍ટાર્ટઅપ પર કામ કરે છે. તેઓ પણ ભારત માટે ખાસ કસ્‍ટમાઈઝ્‍ડ ઓપન સોર્સ્‍ડ AI મોડેલ્‍સ પર કામ કરે તેવી શક્‍યતા છે.

રિલાયન્‍સ જિયો ચોક્કસ પ્રકારના ઉપયોગ માટે કસ્‍ટમાઈઝ્‍ડ મોડેલ પર કામ કરી રહી છે. ટેલિકોમથી લઈને રિટેલ સહિતના બિઝનેસમાં હાજરી ધરાવતી રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ ઘણા સમયથી જિયો બ્રેઈન પર કામ કરે છે. Jio Brain એ ૪૫ કરોડથી વધારે સબસ્‍ક્રાઈબર્સના નેટવર્ક પર આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સનો ઉપયોગ કરવા માટેનું એક નેટવર્ક છે. ભારત જીપીટી એ ભારતમાં આ પ્રકારની પ્રથમ પ્રાઈવેટ-પબ્‍લિક પાર્ટનરશિપ છે અને દરેક ફિલ્‍ડના મોટા રોકાણકારો તેમાં સામેલ છે.

Related posts

સફળ મુલાકાત / પીએમ મોદીને મળ્યા OpenAI ના સીઈઓ, કહ્યું- ભારતમાં AIની તકો અને રેગ્યુલેશન પર થઈ વાતચીત

Ahmedabad Samay

સપાટ શરૂઆત બાદ શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 160 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ લાલ

Ahmedabad Samay

આ દેશોમાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, ફ્રી કાર-હાઉસ, જાણો અન્ય ઘણી સુવિધાઓ

Ahmedabad Samay

૨,૦૦૦ ની SIP તમને કેટલા સમય માટે કરોડપતિ બનાવી શકે છે.

Ahmedabad Samay

YouTube ના માધ્યમથી લાખો કમાવવા માટે ફોલો કરો આ ૮ સ્ટેપ

Ahmedabad Samay

સરકારની લાલ આંખ / મોંઘી દવાઓ લખતા ડોક્ટરો પર થશે કાર્યવાહી, સરકારે આપી ચેતવણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો