April 22, 2024
ગુજરાતધર્મ

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

ગુજરાતના તમામ જિલ્લાઓની મસ્‍જિદો ઉપર લાઉડ સ્‍પીકરો ચડાવી વહેલી સવારથી રાત્રે સુધી પાંચ-પાંચ વખત નમાજની અજાન દ્વારા ધ્‍વનિ પ્રદૂષણ તેમજ લોકપ્રજામાં પરેશાની ઉભી થઈ છે. આ લાઉડ સ્‍પીકર પર કેટલા પ્રમાણમાં અવાજ રાખવો તેનું નિયંત્રણ નથી ત્‍યારે ધ્‍વનિ પ્રદૂષણ અને લોક પ્રજાને ધ્‍યાને લઈ ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેનાના અધ્‍યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાત ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત મંત્રાલયમાં વિષયને ગંભીરતાથી લઈ યોગ્‍ય હુકમ ફરમાવવા પણ આગ્રહ રાખ્‍યો છે. આ મુદ્દે જામનગર હિન્‍દુ સેનાના ગુજરાત અધ્‍યક્ષ પ્રતિક ભટ્ટે ગૃહ મંત્રાલયમાં રજૂઆત કરી છે.

ઘોંઘાટ ઉત્‍પન્ન કરતાં અને નીપજાવતા સ્ત્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ-૬ તથા ૨૫ હેઠળ ધ્‍વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો- ૨૦૦૦ નું તા. ૧૪ મી ફેબ્રુઆરી- ૨૦૦૦ નું જાહેરનામું પ્રસિદ્ધᅠ કરાયેલ છે જેમાં તા. ૧૧-૧-૨૦૧૦ ના રોજ નિયમોમાં સુધારો કરવામાં આવેલ છે. જે પ્રમાણે ધ્‍વનિ પ્રદૂષણ નિયમો- ૨૦૦૦ અન્‍વયે ધ્‍વનિની માત્રાનાં ધોરણો નક્કી કરવામાં આવેલ છે જેનો સરકાર શ્રી દ્વારા દિવસથી રાત્રી દરમિયાન અને રાત્રીથી દિવસ દરમિયાન ડેસીબલ નક્કી કરેલ છે.

જાહેર સ્‍થળોનો કબજો ધરાવનાર દ્વારા લાઉડ સ્‍પીકર સિસ્‍ટમનો તથા અન્‍ય સાધનોથી ઉત્‍પન્ન થતા અવાજની માત્રા જે તે વિસ્‍તારની નિયત માત્રા કરતા ૧૦ ડીબી (એ) થી વધવી ન જોઈએ.૧ અને ખાનગી સ્‍થળે થતી કાર્યવાહીના કારણે જે તે વિસ્‍તારની નિયત માત્રા કરતા ૫ ડીબી(એ)થી વધવી ન જોઈએ તેઓ પ્રતિબંધ મૂક્‍યો છે અને કોઈને તકલીફ ન પડે તેમજ ધ્‍વનિ પ્રદૂષણ ન થાય તેની તાકીદ રાખવા પણ હુકમ થયેલ જે અંતર્ગત તમામ મસ્જિદો માંથી લાઉડસ્પીકર ઉતારવા માંગ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદ પર આતંકવાદી હુમલા થવાની શકયતા, અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આનંદ મેળાનું આયોજન કરવા માં આવ્યું હતું

Ahmedabad Samay

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

Ahmedabad Samay

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ આપના માટે કેવો રહેશે જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા- ૨૮ જૂન થી ૦૪ જુલાઇ ૨૦૨૧

Ahmedabad Samay

વાહનચાલકો ચેતીજજો, કોઈપણ ટ્રાફિક નિયમનું ઉલ્લંધન કરશે તો તેને ઈ-મેમો ફટકારાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો