શેરબજારમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત શુભ સંકેતો સાથે થઈ છે. આજે, બજારના બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, ખુલ્લા અને નજીવા ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યાં છે. સવારે સેન્સેક્સ 28.98 પોઇન્ટના વધારા સાથે 66,556.65 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો NSE નિફ્ટી 4.90 પોઈન્ટના વધારા સાથે 19,758.70 પર ટ્રેડ કરી રહ્યો છે.
માર્કેટની તેજીમાં ઓટો અને મેટલ શેરો ચમકી રહ્યા છે. હીરો મોટોકોર્પ અને હિન્દાલ્કો નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ છે. જ્યારે પાવરગ્રીડના શેરમાં લગભગ 4%ની નરમાઈ જોવા મળી રહી છે. વિદેશી અને સ્થાનિક રોકાણકારો વચ્ચે બજારમાં જબરદસ્ત ઉથલપાથલ ચાલી રહી છે. જ્યારે FII એ રૂ. 701.17 કરોડની સિક્યોરિટીઝ વેચી હતી, જ્યારે DII એ સોમવારે રૂ. 2,488.07 કરોડની સિક્યોરિટીઝ ખરીદી હતી.
આ છે ટોપ ગેઇનર્સ અને લુઝર
સેન્સેક્સની વાત કરીએ તો હાલમાં સેન્સેક્સના 30માંથી 18 શેરો લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યાં છે. એનટીપીસીનો શેર લગભગ 2 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર છે, ત્યારબાદ ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા અને એરટેલ છે. બીજી તરફ પાવરગ્રીડનો શેર આજે સૌથી વધુ 3.5 ટકા તૂટ્યો છે. આ સિવાય મારુતિ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક, એચયુએલ, ઇન્ડસઇન્ડ બેંકના શેર તૂટ્યા હતા.
ગઈકાલે તેજી સાથે બજાર બંધ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં ખરીદીમાં વધારો થવાને કારણે સોમવારે સ્થાનિક શેરબજારોએ ફરી વેગ પકડ્યો હતો અને બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લીલામાં રહ્યા હતા. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ કારોબારના અંતે 367.47 પોઈન્ટના વધારા સાથે 66,527.67 પોઈન્ટ પર બંધ થયા. ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ 66,598.42 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઈન્ડેક્સ નિફ્ટી પણ 107.75 પોઈન્ટ અથવા 0.55 ટકા વધીને 19,753.80 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટીના 50માંથી 35 શેરમાં તેજી આવી હતી.