September 6, 2026
Other

ભારતનો શાનદાર વિજય,ભારતે પાકિસ્તાનને ૬૧ રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે સુપર-૮ રાઉન્ડમાં સત્તાવાર પ્રવેશ કર્યો

શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને ૬૧ રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે સુપર-૮ રાઉન્ડમાં સત્તાવાર પ્રવેશ કરી લીધો છે. કોલંબોની કપરી પિચ પર ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ અને ભારતીય બોલરોના સંયુક્ત આક્રમણ સામે પાકિસ્તાની ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં ૬ પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.

ઈશાન કિશનનું તોફાન અને ભારતનો વિક્રમી સ્કોર:
પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ ઓવરમાં જ અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થતા ભારત મુશ્કેલીમાં જણાયું હતું, પરંતુ ઈશાન કિશને બાજી સંભાળી લીધી હતી. કિશને માત્ર ૪૦ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૭૭ રન ફટકારી પાકિસ્તાની બોલરોને બરાબરના હંફાવ્યા હતા. તેણે ૨૭ બોલમાં ફિફ્ટી ફટકારી ભારત-પાક ટી૨૦ ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી અડધી સદી નોંધાવી હતી. તિલક વર્મા (૨૫ રન) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના ૩૨ રનના યોગદાનથી ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૫ રન બનાવ્યા હતા, જે વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર છે.

પાકિસ્તાની બેટિંગ લાઇન-અપ પાયમાલ:
૧૭૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ૧૮ ઓવરમાં માત્ર ૧૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે ૨/૧૭ અને અક્ષર પટેલે ૨/૧૯ સાથે મિસરપટ્ટી જેવી બોલિંગ કરી પાકિસ્તાની બેટ્સમેનોને રન બનાવવા માટે તરસાવ્યા હતા. વરુણ ચક્રવર્તીએ પણ ૨/૧૭ ઝડપી જીત પર મહોર મારી હતી. પાકિસ્તાન તરફથી માત્ર ઉસ્માન ખાન (૪૪ રન) થોડો સંઘર્ષ કરી શક્યો હતો, બાકીના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા.

અમિતભાઈ શાહની પ્રતિક્રિયા અને પોઈન્ટ ટેબલની સ્થિતિ:
ભારતની આ ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સોશિયલ મીડિયા પર ‘મેન ઇન બ્લુ’ને અભિનંદન પાઠવતા લખ્યું હતું કે, “વેલ પ્લેડ ટીમ ઈન્ડિયા. ફોર્મેટ, સ્થળ અને તારીખો ભલે બદલાય, પરંતુ ભારત-પાક મેચનું પરિણામ હંમેશા એકસરખું જ રહે છે.” આ જીત સાથે ગ્રુપ-એમાં ભારત ૩ મેચમાં ૬ પોઈન્ટ અને +૩.૦૫૦ ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે પાકિસ્તાન હવે ત્રીજા ક્રમે ધકેલાયું છે.

શું પાકિસ્તાન સુપર-૮માં પહોંચી શકશે?
પાકિસ્તાન માટે હવે ડૂબો કે તરો જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમને ૧૮ ફેબ્રુઆરીએ નામિબિયા સામેની મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. જો પાકિસ્તાન નામિબિયા સામે હારી જાય અને ભારત નેધરલેન્ડને હરાવે, તો પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ શકે છે. હાલમાં અમેરિકા (USA) ૪ પોઈન્ટ સાથે બીજા ક્રમે હોવાથી પાકિસ્તાન માટે ક્વોલિફિકેશનનું ગણિત અત્યંત જટિલ બની ગયું છે.

Related posts

આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન, સંપૂર્ણ તૈયારિયો થઇ પૂર્ણ

Ahmedabad Samay

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

Ahmedabad Samay

અમદાવાદ  શહેરના 28 P.I.ની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી

Ahmedabad Samay

રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો