September 27, 2026
જીવનશૈલીદેશ

છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો.

સામાન્‍ય લોકો પર મોંઘવારીની અસર ઓછી થવાનું નામ નથી લઈ રહી. છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો. સરકારી આંકડા મુજબ, જથ્‍થાબંધ ફુગાવાનો દર ગયા મહિને ૧૫.૦૮ ટકા રહ્યો હતો. એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલ ૨૦૨૧માં જથ્‍થાબંધ ફુગાવાનો દર ૧૦.૭૪ ટકા હતો.

ડિપાર્ટમેન્‍ટ ઓફ પ્રમોશન ઑફ ઈન્‍ડસ્‍ટ્રી એન્‍ડ ઈન્‍ટરનલ ટ્રેડ (DPIIT) એ મંગળવારે  ફુગાવાના આંકડા જાહેર કર્યા. ડીપીઆઈઆઈટીએ જણાવ્‍યું હતું કે તેલ અને ઈંધણના ઊંચા ભાવને કારણે એપ્રિલમાં જથ્‍થાબંધ ફુગાવો વધ્‍યો છે. અગાઉ, વિશ્‍લેષકો પણ આગાહી કરી રહ્યા હતા કે એપ્રિલમાં જથ્‍થાબંધ ભાવ આધારિત ફુગાવો ૧૫.૫ ટકાની આસપાસ રહી શકે છે. તાજેતરના ડેટા અનુસાર, એપ્રિલ સતત ૧૩મો મહિનો છે, જ્‍યારે જથ્‍થાબંધ ફુગાવાનો દર ૧૦ ટકાથી ઉપર છે. અગાઉ માર્ચ મહિનામાં જથ્‍થાબંધ ફુગાવાનો દર ૧૪.૫૫ ટકા હતો.

ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓ, ક્રૂડ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ઉપભોજ્‍ય વસ્‍તુઓ, બિન ખાદ્ય ચીજવસ્‍તુઓ, ખાદ્ય ઉત્‍પાદનો અને રસાયણો અને રાસાયણિક ઉત્‍પાદનો એપ્રિલ ૨૦૨૨ માં જથ્‍થાબંધ ફુગાવાના ઊંચા દર માટે જવાબદાર હશે. કિંમતોમાં જવાબદાર છે. ગયા વર્ષના એપ્રિલની સરખામણીએ આ તમામ  વસ્‍તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

ડેટા અનુસાર એપ્રિલ મહિનામાં ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર ૮.૩૫ ટકા હતો જે માર્ચમાં ૮.૦૬ ટકા હતો. એ જ રીતે, ઇંધણ અને વીજળીના બાસ્‍કેટમાં જથ્‍થાબંધ ફુગાવાનો દર માર્ચમાં ૩૪.૫૨ ટકાની સરખામણીએ વધીને ૩૮.૬૬ ટકા થયો છે. ઉત્‍પાદિત માલસામાનના કિસ્‍સામાં, ફુગાવાના દરમાં થોડો વધારો થયો છે. માર્ચમાં તે ૧૦.૭૧ ટકા હતો જે એપ્રિલમાં ૧૦.૮૫ ટકા પર પહોંચ્‍યો હતો.

અગાઉ, સરકારે ગયા અઠવાડિયે છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા. સરકારી ડેટા અનુસાર એપ્રિલ ૨૦૨૨માં છૂટક ફુગાવો ૭.૮ ટકા હતો, જે મે ૨૦૧૪ પછી સૌથી વધુ છે. વધતી જતી ફુગાવાના કારણે રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં પ્‍ભ્‍ઘ્‍ની બેઠક કરીને રેપો રેટમાં અચાનક વધારો કરવો પડ્‍યો હતો. રિઝર્વ બેન્‍કે રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરતાં સ્‍વીકાર્યું હતું કે આવનારા મહિનામાં સામાન્‍ય લોકો મોંઘવારીનાં ઊંચા દરમાંથી મુક્‍તિ મેળવવાના નથી.

Related posts

મસાલેદાર આમળાની ચટણી બદલાતી ઋતુમાં શરીરને રાખશે સ્વસ્થ, આ રીતે અજમાવો

Ahmedabad Samay

નાના પાટેકરે પોતાના નિર્મલા ગજાનન ફાઉન્ડેશન અંતર્ગત આ મુલાકાત લીધી, ૧૧૭ પરિવારોને કુલ ૪૨ લાખની મદદ આપવામાં આવી

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો