September 26, 2026
મનોરંજન

રણવીર સિંહને ન્‍યૂડ ફોટો કેસમાં તા. ૨૨મી ઓગસ્‍ટે પૂછપરછ માટે હાજર થવા પોલીસે સમન્‍સ પાઠવ્‍યા

બોલીવૂડ એક્‍ટર રણવીર સિંહને ન્‍યૂડ ફોટો કેસમાં તા. ૨૨મી ઓગસ્‍ટે પૂછપરછ માટે હાજર થવા પોલીસે સમન્‍સ પાઠવ્‍યા છે. રણવીર સામે મુંબઈના ચેમ્‍બુર પોલીસ મથકે નોંધાયેલા ગુનાના સંદર્ભમાં તેને આ સમન્‍સ અપાયા છે.

મુંબઈ પોલીસની એક ટીમ વરલી ખાતે આવેલાં રણવીરના નિવાસસ્‍થાને હાથોહાથ નોટિસની બજવણી કરવા ગઈ હતી. જોકે, રણવીર મુંબઈમાં હાજર નહીં હોવાથી તેને બજવણી થઈ શકી ન હતી.

રણવીરે એક અમેરિકી મેગેઝિન માટે ન્‍યૂડ ફોટો શૂટ કરાવ્‍યું હતું. તેણે આ ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર શેર પણ કર્યા હતા.

મુંબઈની એક એનજીઓએ રણવીરના આ ફોટાઓથી મહિલાઓની લાગણી દૂભાઈ હોવાનું જણાવી અરજી આપી હતી. તેના આધારે પોલીસે આઈપીસી ઉપરાંત આઈટી એક્‍ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. રણવીર સામે અશ્‍લીલ સામગ્રીના વેચાણ અને પ્રસાર તથા વિજાણુ માધ્‍યમો દ્વારા તેનાં પ્રસરણને લગતી કલમો લગાડવામાં આવી છે.મહારાષ્ટ્રના મહિલા પંચ દ્વારા પણ રણવીરને નોટિસ અપાઈ છે.

Related posts

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અક્ષયની કુમારની ‛સૂર્યવંશી’ પર પડી ભારે, ૩ દિવસમાં કરી ૧૦૦ કરોડની કમાણી

Ahmedabad Samay

એક મજાકે વિકી-કેટરિના કૈફનું ‘કપલ’ બની ગયું, આ રીતે કરી હતી ચેટ શોથી મેરેજ હોલ સુધીની સફર…..

Ahmedabad Samay

લગ્ન બાદ રેખાએ સાસરિયાંમાં પગ મૂક્યો જ હતો, ત્યાં સાસુએ મારવા માટે હાથમાં ચપ્પલ લઈ લીધુ હતું…

Ahmedabad Samay

સ્ટેટ ઓફ સીજ’ની ત્રીજી સીઝન ભારતીય સંસદભવન પર થયેલા હુમલા પર બનશે

Ahmedabad Samay

Bollywood Trend: બોલિવૂડ ભૂલોમાંથી શીખતું નથી,; પહેલા રિમેક અને હવે આ નવી ભેડચાલ ઇન્ડસ્ટ્રીની…

Ahmedabad Samay

Deepika On Working With Salman: દીપિકા પાદુકોણની શાહરૂખ સાથે નહીં પણ સલમાન ખાન સાથેની પહેલી ફિલ્મ બની હોત જો તેણે આ નિર્ણય ન લીધો હોત તો…!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો