રાજકારણ પર અનેક શો અને વેબ સિરીઝ આવી ચુકયા છે. વધુ એક આવો ઓરિજિનલ શો ‘ચૂના’ નેટફિલકસ પર આવી રહ્યો છે.
‘ચૂના’ ઉત્તર પ્રદેશમાં આકાર લેતી રાજકારણની રમત પર આધારિત છે. આ સિરીઝમાં છેલ્લે સોની લિવની સિરીઝ ‘યૉર ઑનર’માં જોવા મળેલો જિમી શેરગિલ મુખ્ય ભુમિકા નિભાવતો દેખાશે. ‘રંગબાઝ ફિર સે’ અને ‘યૉર ઑનર’ એમ બે વેબ-સિરીઝ કરી ચૂકેલા જિમીનો નેટફિલકસ સાથે આ પહેલો પ્રોજેકટ છે.
જિમી ઉપરાંત આ સિરીઝમાં સેક્રેડ ગેમ્સ અને કેસરી ફેઇમ વિક્રમ કોચર હોસ્ટેજીસ ફેઇમ, આશિમ ગુલાટી, રાત અકેલી હૈ ફેઇમ જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી, મોનિકા પનવર, નિહારિકા દત્ત, ચંદન રૉય, અતુલ શ્રીવાસ્તવ અને નમિત દાસ સહિતના કલાકારો છે. ચૂનાનું નિર્દેશન અને નિર્માણા પુષ્પેન્દ્રનાથ મિશ્રા કરી રહ્યા છે.
તેણે અગાઉ ધૂમકેતુ અને તાજમહલ વેબ સિરીઝ બનાવી હતી. અગાઉ રાજકારણ પરની સિરીઝ તાંડવને ભારે વિવાદનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ચૂના સાથે શું થશે એ સમય આવ્યે ખબર પડશે