August 10, 2026
તાજા સમાચારદેશ

પેપર લીકની ઘટનાઓ પર આકરા પ્રહારો કરવાના હેતુથી તૈયાર કરાયેલ ‘જાહેર પરીક્ષા (અનૈતિક સાધનો અટકાવ) સુધારા વિધેયક-૨૦૨૬’ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું

દેશભરમાં સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ તથા પેપર લીકની ઘટનાઓ પર આકરા પ્રહારો કરવાના હેતુથી તૈયાર કરાયેલ ‘જાહેર પરીક્ષા (અનૈતિક સાધનો અટકાવ) સુધારા વિધેયક-૨૦૨૬’ લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે.

સંસદના બંને ગૃહમાંથી આ મહત્ત્વપૂર્ણ બિલ પસાર થઈ જતાં હવે રાષ્ટ્રપતિની આખરી મંજૂરી મળતાં જ તે સમગ્ર દેશમાં કાયદા તરીકે અમલી બની જશે, જેનાથી નકલ માફિયાઓ અને સંગઠિત ગુનાહિત ગેંગ સામે કડક કાનૂની શિકંજો કસાશે. બિલ પસાર થઈ ગયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અંગે એક વિસ્તૃત વિડીયો સંદેશો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

રાજ્યસભામાં આ ક્રાંતિકારી સુધારા વિધેયક કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે રજૂ કર્યું હતું. બિલ પર થયેલી ચર્ચા દરમિયાન ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના કરોડો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમતા અસમાજિક તત્વો અને નકલ માફિયાઓને અટકાવવાનો છે. નવા સુધારેલા કાયદા હેઠળ શિક્ષા અને દંડની જોગવાઈઓને પહેલા કરતાં વધુ આકરી અને કઠોર બનાવવામાં આવી છે.

નવા કાયદાકીય માળખા

પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ આચરવાના ગુનામાં લઘુત્તમ જેલની સજા ૩ વર્ષથી વધારીને ૫ વર્ષ કરવામાં આવી છે, જેને ગંભીર કિસ્સાઓમાં ૧૦ વર્ષ સુધી લંબાવી શકાશે. આ ઉપરાંત, દોષિતો સામે રૂ. ૧ કરોડથી લઈને રૂ. ૧૦ કરોડ સુધીના ભારે આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ કંપની, પરીક્ષા એજન્સી કે સંસ્થા આ પ્રકારની ગેરરીતિમાં સામેલ જણાશે તો તેમની સામે ૮ વર્ષ સુધીનો પ્રતિબંધ લાદવાની પણ કડક જોગવાઈ રાખવામાં આવી છે.

બિલ રજૂ કરતી વખતે કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉમેર્યું હતું કે પારદર્શક પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવી એ સરકારની પ્રાથમિકતા છે. આ કાયદા અંતર્ગત તમામ ગુનાઓને સંજ્ઞેય (Cognizable), બિન-જામીનપાત્ર (Non-Bailable) અને બિન-સંપાત યોગ્ય (Non-Compoundable) બનાવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ દોષિત કાયદાની છટકબારીનો લાભ ઉઠાવી ન શકે.

સંસદ દ્વારા આ બિલ પસાર થતાં જ દેશભરના વિદ્યાર્થીઓ અને ઉમેદવારોમાં એક નવો વિશ્વાસ ઊભો થયો છે. રાષ્ટ્રપતિની સહી થયા બાદ આ કાયદો અમલમાં આવતાની સાથે જ સરકારી ભરતી પ્રક્રિયાઓમાં થતી ધાંધલીઓ પર કાયમી લગામ લાગશે અને મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળી રહેશે.

Related posts

બિહારમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી

Ahmedabad Samay

પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં થયું નિધન

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

PM નરેન્‍દ્ર મોદીએ NDA સંસદીય પક્ષની વિશેષ બેઠક મંગલ મિલનૅમાં NEET પેપર લીક બાબતે સાંસદોને અત્‍યંત મહત્‍વપૂર્ણ અને લાગણીસભર સંદેશ આપ્‍યો

Ahmedabad Samay

૫૦% ટ્રમ્પ ટેરિફનો કડક નિર્ણય પછી ચામડું, રસાયણ, શૂઝ, રત્‍ન-ઝવેરાત, કાપડ અને ઝીંગા ક્ષેત્રોમાં વાવાઝોડું આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો