September 22, 2026
ગુજરાતતાજા સમાચાર

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧માં તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર ૧ જૂન ૨૦૨૩ના રોજ ઓછામાં ઓછી છ વર્ષની હશે. જો તેમા એક દિવસ પણ ખૂટતો હશે તો વાલીઓએ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેસાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. ધોરણ ૧ માટે છ વર્ષની ઉંમર નક્કી કરાયા બાદ તેમા કેટલાક દિવસની છુટછાટ આપી શકાય તે અંગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હજી સુધી કોઈ નિર્ણય ન લેવાયો હોવાથી શાળાના સંચાલકો પણ મૂંઝવણમાં મૂકાયા છે અને છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું ટાળી રહ્યા છે.

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પણ આવી ઘણી રજૂઆતો આવી છે. પહેલા ધોરણ માટે છ વર્ષની ઉંમર જરૂરી હોવાનો નિર્ણય આમ તો ૨૦૨૦માં જ લેવાયો હતો પરંતુ તેનો અમલ ૧ જૂનથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી કરવામાં આવશે.

સ્‍થાનિક અખબાર નવગુજરાત સમયે સૂત્રોના આધારે આપેલી માહિતી પ્રમાણે, આ નિર્ણયના કારણે ધોરણ ૧માં પ્રવેશ માટે અનેક વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેવી શક્‍યતા છે. છ વર્ષની ઉંમર તો શિક્ષણ વિભાગે નક્કી કરી લીધી પરંતુ તેમા હજી છૂટછાટની જાહેરાત કરી નથી.

જેના કારણે સ્‍કૂલોને ૧ જૂન, ૨૦૨૩ના રોજ છ વર્ષ પૂરા ન થયા હોય તેમને પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો છે. તેથી, જેમને છ વર્ષમાં એક-બે દિવસ ખૂટતાં હોય તેમને પણ પ્રવેશ મળી રહ્યો નથી.

Related posts

અમદાવાદમાં આગામી સમયમાં એક જ ટિકિટથી BRTS-AMTSની કરી શકાશે મુસાફરી

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

Ahmedabad Samay

ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન, પેઈડ વેક્સીનેશન પર કોંગ્રેસના પ્રહાર,વેક્સિનના ૦૧ હજાર રૂપિયા લેવાતા ચાર્જ અયોગ્ય

Ahmedabad Samay

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો