August 7, 2026
ગુજરાત

અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેની તંદુરસ્તી બાબતે માતા-પિતા ખૂબ જ સજાગ હોય છે અને મોટાભાગના કેસોમાં બાળક પૂરતા વજન સાથે જન્મે તો તેની તંદુરસ્તી સારી હોય છે. પરંતુ ક્યારેક બાળક અધુરા માસે જન્મે ત્યારે અવિકસીત હોય છે અને તેનું વજન ઓછું હોવાથી તેની તંદુરસ્તી જોખમાઈ શકે છે. ક્યારેક આ પ્રકારે અધુરા માસે જન્મેલા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે.

તાજેતરમાં જીસીએસ હોસ્પિટલમાં ફક્ત 750 ગ્રામ વજન સાથે અધૂરા માસે જન્મેલી બાળકીની 65 દિવસ સારવાર બાદ તેને સ્વસ્થ રીતે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. માતા સોનલબેન કોરટ 26 અઠવાડિયાનો ગર્ભ ધરાવતા હતા. છઠ્ઠા મહિને ગર્ભાશયની કોથળી ફાટી જતા સિઝેરિઅન ડિલિવરી માટે તેઓ જીસીએસ હોસ્પિટલમાં 9 સપ્ટેમ્બરના રોજ દાખલ થયા હતા, જ્યાં સોનલબેને ફક્ત 750 ગ્રામ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. અધુરા માસે જન્મેલ હોવાના કારણે ડોક્ટરો સાથે માતા-પિતા પણ આ બાબતની ગંભીરતા સમજતા હતા. જીસીએસ હોસ્પિટલના ડો. હર્ષ મોડ (આસિસ્ટન્ટ પ્રોફેસર – પિડીયાટ્રીક્સ), પિડીયાટ્રીક્સ વિભાગના રેસિડેન્ટ્સ અને એન.આઈ.સી.યુ. વિભાગએ કુદરતના આ પડકારને પહોંચી વળવા મહેનત શરૂ કરી હતી અને કાળજી રાખીને તેને સારવાર આપી હતી. આ બાળકી 28 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 65 દિવસ સુધી રહી હતી અને તેને નવજીવન મળ્યું છે. બાળક આવી પરિસ્થિતિમાં હોય ત્યારે માતાપિતા પણ ખુબ ચિંતામાં આવી જાય પરંતુ જીસીએસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને પણ સહાનુભૂતિ આપી અને બાળકીના સ્વાસ્થ્યમાં નિયમિત સુધારો કરીને મદદરૂપ થયા હતા. બાળકીને શરૂઆતમાં નાકની નળી દ્વારા માતાનું દૂધ આપવામાં આવ્યું અને પછી ધીમે ધીમે ચમચી અને પછી સ્તનપાન ચાલુ કર્યું. ઓછા વજનવાળા બાળકોમાં “કાંગારું મધર કેર ” ખુબ અસરકારક છે તેથી 21માં દિવસે જ બાળકીને માતા દ્વારા કાંગારું મધર કેર શરુ કરી દેવામાં આવી હતી. 65 દિવસની ડોક્ટર, નર્સ તથા બીજા સ્ટાફની આકરી મેહનત પછી નાનકડી બાળકીનું વજન 1 કિલો 410 ગ્રામ વજન જેટલું એટલે કે જન્મેલ સમય કરતા બે ગણું થયું હતું અને તેને પગલે તેને હોસ્પિટલમાંથી 16 નવેમ્બરના રોજ રજા આપવામાં આવી હતી.

Related posts

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

વલસાડજિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર

Ahmedabad Samay

અમદાવાદની કુખ્‍યાત ડ્રગ્‍લસ સપ્‍લાયર અમીનાબાનુ અને તેના સાગરી સમીર ઉદ્દીન ઉર્ફે બોન્‍ડની ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કરી

Ahmedabad Samay

શ્રાવણ માસમાં ઇન્ટરનેટથી શિવજીની પૂજા કરશે હિન્દુ સેના

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ગરમી સાથે ગુજરાતમાં હવામાનના મિશ્ર મિજાજ વચ્ચે આગામી સાત દિવસ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો