January 20, 2025
ગુજરાતજીવનશૈલી

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

હાલ વિશ્વભર કોરોના જેવી મહામારી બીમારી થી પીડાઈ રહ્યો છે પરંતુ જે લોકોમાં ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ છે તે લોકોએ આ મહામારી માત આપી સ્વસ્થ પણ થયા છે. તો આવો આજે જાણીએ આપના અંદર ઇમ્યુનિટી કેટલી સારી છે અને ખરાબ, જો ખરાબ હોય તો તેનો સરળ ઉપાય અને ઇમ્યુનિટી કેવી રીતે વધારાય.

૧. બીમાર રહેવું:કેટલાક લોકો વારે વારે બીમાર પડતા હોય છે, પછી તે નોર્મલ ખાંસી કે તાવ પણ હોઇ શકે છે. જો કે ઘણા લોકો આ બાબત પર ધ્યાન નથી આપતા, પરંતુ વારંવાર બીમાર થવું એ પણ નબળી ઇમ્યુનિટીનું લક્ષણ છે.

૨. એલર્જીક હોવું ઘણા લોકોને કોઇને કોઇ વસ્તુની એલર્જી હોય છે પરંતુ ઘણી વાર કેટલાક લોકોને ઘણી બધી વસ્તુઓની  એલર્જી હોય છે. જેમ કે પેટની એલર્જી જો એ કંઇ ખાઇ લે તો તરત પેટમાં દુઃખવા લોગે છે. એ જ રીતે સ્કીનની એલર્જી જેમાં  એમને થોડીક વધારે ગરમી કે વધારે તાપ પણ સહન નથી કરી શકાતો. આ પ્રકારની એલર્જી અકીલા વારે વારે થવી એ પણ નબળી ઇમ્યુનિટીનું જ લક્ષણ છે.

૩. હંમેશાં થાકેલા રહેવું કેટલાક લોકો તમે હંમેશા થાકેલા રહેવાની ફરિયાદ કરતા જોયા હશે. આવા લોકોની ઇમ્યુનિટી ખૂબ જ નબળી હોય છે. જો તમને કોઇ પણ કામ  કર્યા વગર પણ તમને હંમેશાં થાક લાગે છે. તો તમારે તમારી ઇમ્યુનિટીને સારી કરવા માટે ધ્યાન દોરવું જોઇએ.

૪. ઘા રૂઝાવામાં વધારે સમય લાગવો દરેક  વ્યકિતને કયારેક ને કયારેક વાગતું જ હોય છે. પરંતુ ઘા રુઝાવામાં દરેકને અલગ અલગ સમય લાગતો હોય છે. પરંતુ ઘણા લોકોની ઇમ્યુન સિસ્ટમ એટલી નબળી  હોય છે. કે તેમને ઘા રુઝાતા સામાન્ય કરતા વધારે સમય લાગતો હોય છે. જો તમારા શરીરમાં કોઇ જગ્યાએ કંઇ વાગેલું હોય અને તેને રુઝ આવતા ઘણો સમય  લાગે તો તમારે ઇમ્યુનિટીને સારી કરવા માટે તરત જ પ્રયત્નો કરવા જોઇએ.

૫. પાચન શકિત નબળી હોવી ઘણા લોકોની પાચન ક્રિયા ખૂબજ ધીમી હોય છે. તેમને કબજિયાત, ગેસ, પેટનો દુઃખાવો, પેટ ફૂલી જવા જેવી સમસ્યા રહેતી હોય તેમની ઇમ્યુનિટી ખરાબ હોવાનો સંકેત છે. પાચનને લગતી સમસ્યાઓ માટે ઇમ્યુનિટી વધે તેવો ખોરાક લેવો જોઇએ.

ઇમ્યુનિટી વધારવા માટે ખોરાકમાં શું લેશો?

૧. સંતરા અને લીંબું: સંતરા અને લીબુંમાં વીટામિન સીનું પ્રમાણ સૌથી વધારે માત્રામાં હોય છે. જે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. જો સંતરા અને લીંબુંનુ રોજ સેવન કરવામાં આવે તો તે તમને હાઇડ્રેડ રાખે છે. તમે રોજનું એક સંતરું કે લીંબું ખાઇ શકો છો. રોજ એક લીંબુંનું પાણી કે પછી રોજના ખોરાકમાં એક લીંબું નીચોવીને તેનો રસ પણ ઉપયોગમાં લઇ શકાય છે.

૨. દહીંં: જયારે પણ આપણે એકાદ કટોરો ભરીને દહીં ખાઇએ છીએ ત્યારે આપણને તાજગીનો અનુભવ થાય છે. દહીં એક ઠંડો ખોરાક છે. જે ખાસ કરીને ગરમીઓની સિઝનમાં ખાવામાં આવે છે. તેમ જ તેની પ્રોબાયોટિક સામગ્રી પાચનના પ્રશ્ર્નો સામે લડવામાં મદદ કરે છે. કદાચ દહીં વિષે તમે આ બધું જાણતા જ હશો પણ તમને કદાચ એ ખબર નહી હોય કે દહીં વિટામિન ડી સાથે ફોર્ટીફાઇડ થાય છે. જેથી તે આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે સારી રીતે ચલાવવામાં મદદ કરે છે.

૩. બ્રોકલીઃ બ્રોકલીમાં પણ વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. બ્રોકલીમાં ફાઇટોકેમિકલ્સ અને એન્ટીઓકિસડેન્ટ હોય છે. જે આપણી ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. તેમ જ બ્રોકલીમાં વિટામિન ઇ પણ રહેલું હોય છે. જે સંક્રમણ સામે લડી શકે છે. ઇમ્યુનિટી વધારવા માટે બ્રોકલી આહારમાં લેવી જોઇએ.

૪. કીવીઃ કીવી તમારા શરીરમાં આખા દિવસ દરમિયાન જે પણ વિટામિન સી ની જરૂર હોય તે પૂર્ણ કરે છે. કીવીમાં વિટામિન ઇ અને એન્ટી ઓકિસડેન્ટ દ્યણા વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે શરીરની રોગપ્રતિકારક શકિત વધે છે. કીવી ઇમ્યુનિટી વધારવામાં ઘણું જ ફાયદેમંદ છે.

Related posts

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ, બોડકદેવ અને સરખેજમાં ખાબક્યો, હજૂ પડશે વરસાદ

Ahmedabad Samay

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

અમદાવાદ સમય:આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

અંતિકા મરીન્ટાઇમ એકેડમી દ્વારા મર્ચન્ટ નેવીમાં બનાવો ઉજ્જવળ ભવિષ્ય

Ahmedabad Samay

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવી વળતર ચુકવવા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાની માંગ

Ahmedabad Samay

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો