September 21, 2026
દેશમનોરંજન

દિવ્યાંશ અને મનુરાજ બન્યા ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ૯મી સીઝનના વિજેતા

વર્ષોથી લોકોનું મનોરંજન કરનાર શો ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ની ૯મી સીઝન પણ ખૂબ ધૂમ મચાવી રહી છે. આ શોનો ગ્રાન્‍ડ ફિનાલે ગઈકાલે રાત્રે યોજાયો હતો. આ શોના ફિનાલેમાં દિવ્‍યાંશ અને મનુરાજની જોડીએ બધાને પાછળ છોડીને વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફિનાલેમાં, દિવ્‍યાંશ અને મનુરાજે બીએસ રેડ્ડી, વોરિયર સ્‍ક્‍વોડ, બોમ્‍બ ફાયર ક્રૂ સહિત ઘણા પ્રતિભાશાળી લોકો અને જૂથોને પાછળ છોડી દીધા. સોની ટીવીના આ રિયાલિટી શોના ફિનાલેમાં તમામ સ્‍પર્ધકોએ ખૂબ જ ધૂમ મચાવી હતી અને અંતે દિવ્‍યાંશ-મનુરાજની જોડીએ સૌના દિલ જીતી લીધા હતા.

ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટની ઝળહળતી ટ્રોફીની સાથે, દિવ્‍યાંશ-મનુરાજને ઈનામી રકમ તરીકે એક કાર અને રૂ. ૨૦ લાખ મળ્‍યા. આ શોની ફર્સ્‍ટ રનર અપ ઈશિતા વિશ્વકર્માને રૂપિયા ૫ લાખ મળ્‍યા છે, જયારે સેકન્‍ડ રનર અપ બોમ્‍બ ફાયર ક્રૂ ગ્રુપને પણ મેકર્સ તરફથી ઈનામ તરીકે રૂપિયા ૫ લાખ મળ્‍યા છે.

ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ૯ એ શરૂઆતના દિવસોથી જ ટીઆરપી સૂચિમાં તેની હાજરી બનાવવાનું શરૂ કર્યું. દર્શકોએ શો પર ભરપૂર પ્રેમ વરસાવ્‍યો હતો. શોના જજ બાદશાહ, શિલ્‍પા શેટ્ટી, કિરોન ખેર અને મનોજ મુન્‍તાશીરે શોને ચમકાવવામાં કોઈ કસર છોડી ન હતી. જાણીતા ટીવી એક્‍ટર અર્જુન બિજલાનીએ આ શોમાં પોતાની શાનદાર સ્‍ટાઈલથી ધૂમ મચાવી હતી. હંમેશની જેમ, અર્જુન બિજલાનીએ શોને સુંદર રીતે હોસ્‍ટ કર્યો. દિવ્‍યાંશ અને મનુરાજની વાત કરીએ તો બંનેએ ઓડિશન સમયે બધાનું દિલ જીતી લીધું હતું. રસપ્રદ વાત એ છે કે બંને શોમાં અલગ-અલગ આવ્‍યા હતા પરંતુ ધીમે-ધીમે બંનેએ સાથે પરફોર્મ કરવાનું શરૂ કર્યું હતું. આ જોડીને શોમાં અનેક પ્રસંગોએ જજ અને મહેમાનો તરફથી સ્‍ટેન્‍ડિંગ ઓવેશન્‍સ મળ્‍યા હતા.

Related posts

આસામ પોલીસને આતંકી સંગઠન ISISના ઈન્ડિયા ચીફ સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં મળી મોટી સફળતા

Ahmedabad Samay

4000 કરોડ રૂપિયાના તોતિંગ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ રણબીર માટે માત્ર એક વ્યાવસાયિક પ્રોજેક્ટ નથી, પરંતુ તેના અંગત જીવનની એક ભાવનાત્મક સફર બની ગઈ

Ahmedabad Samay

સલમાન ખાને ભગવા રંગની રામ જન્મભૂમિ ઘડિયાળ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો

Ahmedabad Samay

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay

ડાયરેક્ટરે કૃતિ સેનનને મંદિરની બહાર ગુડબાય કિસ કરી, જુના ‘સીતા’જી થયા ગુસ્સે ..

Ahmedabad Samay

હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડએ ૫૧૩ જેટલી જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી. જાણો સંપૂર્ણ વિગત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો