અમદાવાદના કેમ્પ સદર બજાર કેન્ટોનમેન્ટ ડિસ્પેન્સરી નજીક અંબાજી પગપાળા જઈ રહેલા માઈભક્તોની સેવા માટે વર્ષોની પરંપરા મુજબ ‘ભીલવાસ અંબાજી યુવક મંડળ’ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા કેમ્પમાં પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે મંડળના ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી.
આ પવિત્ર પ્રસંગે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં ઉપસ્થિત મહેમાનોએ જગતજનની મા અંબેની પૂજા-અર્ચના કરી આરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગને ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર ક્ષણ તરીકે નિહાળવામાં આવ્યો હતો.
મહાઆરતીના પ્રસંગે શાહીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. સાહેબ તથા કેમ્પ સદર બજાર પોલીસ ચોકીના ઇન્ચાર્જ સાહેબ પણ સહભાગી થયા હતા અને મા અંબેના આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે આયોજકો દ્વારા આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને શ્રીમતી ખુશ્બુબહેન પરમારનો પણ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
સેવા કેમ્પના આયોજકો અને ઉપસ્થિત ભક્તોએ પ્રાર્થના કરી હતી કે મા અંબા તમામ અંબાજી પદયાત્રીઓની યાત્રા સુખરૂપ પૂર્ણ કરાવે અને ભક્તોની સેવા કરનાર ‘ભીલવાસ અંબાજી યુવક મંડળ’ પર માતાજીના આશીર્વાદ હંમેશા વરસતા રહે.
