October 11, 2026
તાજા સમાચારરાજકારણ

આમ આદમી પાર્ટીના મટિયાલાના ધારાસભ્‍ય ગુલાબ સિંહ યાદવને માર મારવામાં આવ્યું

આમ આદમી પાર્ટીના મટિયાલાના ધારાસભ્‍ય ગુલાબ સિંહ યાદવને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ ઘટના ત્‍યારે બની જયારે ધારાસભ્‍ય શ્‍યામ વિહારમાં લગભગ ૮ વાગ્‍યે તેમના કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, મીટિંગ દરમિયાન વિવાદ થયો અને કાર્યકરોએ ધારાસભ્‍યને માર મારવાનું શરૂ કર્યું. જોકે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે કોઈ નિવેદન બહાર આવ્‍યું નથી.

વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ધારાસભ્‍ય પોતાને બચાવવા માટે સભા સ્‍થળથી ભાગી રહ્યા છે જયારે કેટલાક લોકો તેમનો પીછો કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો શેર કરતા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્‍યો છે.

બીજેપી પ્રવક્‍તાએ ટ્‍વીટ કર્યું કે ‘પ્રામાણિક રાજકારણ’ ના નાટકમાં સામેલ પાર્ટીનું આ અભૂતપૂર્વ દ્રશ્‍ય. AAPનો ભ્રષ્ટાચાર એવો છે કે તેના સભ્‍યો પણ તેમના ધારાસભ્‍યોને બક્ષતા નથી! આગામી એમસીડી ચૂંટણીઓમાં પણ સમાન પરિણામો તેની રાહ જોઈ રહ્યા છે. દિલ્‍હી ભાજપ દ્વારા ટ્‍વિટ કરવામાં આવ્‍યું છે કે AAP ધારાસભ્‍યને માર મારવામાં આવ્‍યો! ટિકિટ વેચવાના આરોપમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ગુલાબ સિંહ યાદવને AAP કાર્યકરોએ માર માર્યો હતો. કેજરીવાલ જી, આ રીતે AAPના તમામ ભ્રષ્ટ ધારાસભ્‍યોનો નંબર આવશે.

Related posts

વડાપ્રધાને આજે અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

Ahmedabad Samay

નવા મંત્રીઓનું સસ્‍પેન્‍સ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. નવા મંત્રી મંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ

Ahmedabad Samay

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હવે સાંજે ૦૬ થી રાતે ૦૯ વાગ્યા સુધી જ ચાલશે. 

Ahmedabad Samay

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો