August 25, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ  ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે. રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક-એક જન સભા સંબોધશે. રાહુલ ગાંધી 21 નવેમ્બરે બપોરે 1 કલાકે સુરત અને બપોરે 3 કલાકે રાજકોટમાં પ્રચાર કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.ત્યારે આવતીકાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં મતદારોને રિઝવવા ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરશે.સુરત જિલ્લાના મહુવાના પાંચકાકડા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે. આ સભાને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રાજકોટની ચાર વિધાનસભા બેઠક રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર મનસુખ કાલરીયા છે રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર હિતેશ વોરા છે તથા રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર સુરેશ બથવાર છે તેઓના પ્રચાર માટે રાહુલ ગાંધી બપોરે 3:30 વાગ્યે રાજકોટ આવી પહોંચશે અને શાસ્ત્રી મેદાન ખાતે જન સભાને સંબોધન કરશે.

Related posts

જન સેવા વિકાસ ટ્રસ્ટે કાવડ યાત્રાના યાત્રાળુઓ માટે  નાસ્તાનું અને ભોજનનું આયોજન કર્યું

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

ક્યાં જાતકો એ કેવી રીતે આજે શિવજીને અભિષેક કરવું જાણો પ્રખ્યાત શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

રશ્‍મિકા મંદાનાએ ખુબ ટુંકા ગાળામાં દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી

Ahmedabad Samay

મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ અને બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો

Ahmedabad Samay

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો