September 27, 2026
જીવનશૈલી

નવી કાર લેતા પહેલા ૨૦-૧૦-૦૪ ફોર્મ્યુલા વિશે જાણી લો, લૉન સરળતાથી થઇ જશે સમાપ્ત

કારની ખરીદી પર લોન લેતા હોય છે. પણ જો અમુક વાતનું ધ્‍યાન રાખવામાં ન આવે તો આ લોન મુશ્‍કેલી ઉભી કરી શકે છે. કાર લોનમાં ડાઉનપેમેન્‍ટ, ઇએમઆઇ, વ્‍યાજ અને સમય મર્યાદા મહત્‍વપૂર્ણ ભાગ ભજવે છે. અહીં અમે તમને લોન માટેની એક ફાયદારૂપ સૂત્ર જણાવી રહ્યા છીએ. જેને ૨૦-૧૦-૪ કહેવામાં આવે છે.

૨૦-૧૦-૪ મુજબ, વાહન બુક કરાવતા સમયે ડાઉનપેમેન્‍ટમાં ઓન રોડ કિંમતના ૨૦% રકમ ભરપાઈ કરવી યોગ્‍ય ગણાશે. ત્‍યારે બાદ ઇએમઆઇ ની રકમ વ્‍યક્‍તિની માસિક આવકના ૧૦% થી વધુ ના હોવી જોઈએ. તેમજ લોનનો મહત્તમ સમય ૪ વર્ષ હોવો જોઈએ. જો તમે આ સૂત્રને ધ્‍યાને રાખીને લોન કરાવશો તો આ લોન તમારા માટે બોજ બનશે નહિ.

માનોકે તમારી માસિક આવક ૧ લાખ છે. ધારો કે તમારે જે કાર ખરીદવાની છે તેની ઓન રોડ કિંમત ૭ લાખ છે. અહીં તમારે લઘુત્તમ ૧.૪ લાખ ડાઉન પેમેન્‍ટ ભરવું જોઈએ. આ સાથે ઇએમઆઇ આશરે ૧૦ હજાર ભરવો જોઈએ. જેના માટે તમારે ૪ વર્ષ માટે ૫.૬ લાખની લોન લેવાની રહેશે. વર્તમાન સમયમાં ૭.૫-૮% ના દરે કાર લોન મળી રહી છે.

જો લોનનો વ્‍યાજ દર ૮% છે તો EMI લગભગ ૧૩,૫૦૦ રૂપિયા હશે, જે નિયમો અનુસાર નક્કી કરેલી મર્યાદા કરતા ૩,૫૦૦ રૂપિયા વધુ છે. આ કિસ્‍સામાં, તમારે વધુ ડાઉન પેમેન્‍ટ કરવું પડશે અથવા કારની કિંમત ૭ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. નહિંતર તમારે કેટલાક નાણાકીય તણાવનો સામનો કરવો પડી શકે છે.

Related posts

બાબા વેંગા : ૨૦૨૪નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે ૨૦૨૪ માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ કરાશે

Ahmedabad Samay

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ

Ahmedabad Samay

જાણો ઇરાદ ની શક્તિ પ્રવકતા વિજય કોતાપકર ની જુબાની

Ahmedabad Samay

માત્ર તેલ જ નહીં, વાળ માટે આ 3 રીતે કરો મેથીનો ઉપયોગ, જાણો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો

Ahmedabad Samay

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

આ વસ્તુઓ પીઠ પર ટેનિંગનું લેયર તરત જ દૂર કરી દેશે, બસ આ રીતે ઉપયોગ કરવો પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો