August 9, 2026
દેશબિઝનેસ

અદાણીના સામ્રાજ્‍ય હચમચી ગયું,સંપત્તિમાં ૧૯ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

જાન્‍યુઆરી ૨૦૨૩ના શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું, પરંતુ અચાનક જ ભૂકંપ આવ્‍યો જેણે ગૌતમ અદાણીના સામ્રાજ્‍યને હચમચાવી નાખ્‍યું. અમેરિકાના આ અહેવાલને કારણે ગૌતમ અદાણીની મિલકતમાં ધોવાણ થયું. તે ની સંપત્તિ સતત ઘટી રહી છે. ફોર્બ્‍સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં એક સમયે ઈલોન મસ્‍કને પછાડનાર ગૌતમ અદાણી આજે પોતાની જાતને સરકી રહ્યો છે.  તેમની સંપત્તિમાં ૧૯ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

અમેરિકન રિસર્ચ કંપની ફર્મ હિંડનબર્ગ રિપોર્ટે ૨૪ જાન્‍યુઆરીના રોજ ૧૦૬ પાનાનો અહેવાલ બહાર પાડ્‍યો હતો. આ અહેવાલે અદાણી જૂથની ઊંઘ હરામ કરી દીધી હતી. બે દિવસમાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂ. ૨.૩૭ લાખ કરોડ ઘટયું હતું. એટલું જ નહીં ગૌતમ અદાણીની સંપત્તિ ૧૦૦ બિલિયન ડોલરના આંકડાથી નીચે આવી ગઈ છે. ફોર્બ્‍સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્‍ડેક્‍સમાં ગૌતમ અદાણી સાતમા સ્‍થાને આવી ગયા છે.

અદાણી ગ્રુપના શેર ઘટી રહ્યા છે. માત્ર ૨૪ કલાકમાં તેમની સંપત્તિમાં ૧૮ ટકાનો ઘટાડો થયો છે. અદાણીને એક દિવસમાં ૧ લાખ ૮૪ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટાડા બાદ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને $૯૮.૬ બિલિયન થઈ ગઈ છે. અદાણી ગ્રુપના શેરમાં ૧૦ થી ૨૦ ટકાનો ઘટાડો થયો છે. અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્‍સમિશનના શેરમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. વાસ્‍તવમાં ફોરેન્‍સિક ફાઇનાન્‍શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અદાણી ગ્રુપની કંપનીઓ પર ઘણું દેવું છે. કંપનીએ તેના શેરનું મૂલ્‍ય ૮૫% કરતા વધારે કર્યું છે. તેઓએ શેરમાં હેરાફેરી કરી છે. એટલું જ નહીં, કંપનીએ હિસાબમાં છેતરપિંડી કરી છે. જોકે અદાણી ગ્રુપ આ અહેવાલને ખોટો અને પાયાવિહોણો ગણાવી રહ્યું છે.

Related posts

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

PPF Schemeમાં રૂપિયા રોકનારા ધ્યાન આપે: સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર! જાણો ક્યારે ઉપાડી શકો છો રૂપિયા?

Ahmedabad Samay

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ ની NCB એ કરી ધરપકડ

Ahmedabad Samay

શેરબજારની સપાટ શરૂઆત, બંને સૂચકાંકોમાં નજીવો વધારો, IT અને બેન્કિંગ શેરોમાં વધારો

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે

Ahmedabad Samay

NSE કેલેન્ડર પર દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર 21 તારીખે હશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો