August 13, 2026
Other

અમદાવાદના અનેક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ,ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો

રાજ્‍યભરમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, ત્‍યારે  ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો હતો. ચોમાસામાં ન પડેલો વરસાદ ભરઉનાળે ખાબકયો હતો. ભારે કમોસમી વરસાદથી ગામમાં તારાજીના દ્રશ્‍યો સામે આવ્‍યા છે. મોડાસાના દાધલિયા પાસેના ઉમેદપુરમાં મોટું નુકસાન થયું છે. ભરઉનાળે ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદથી ભારે નુકસાન પહોંચ્‍યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વરસાદને કારણે ગામમાં ૧૮૦૦ વીઘા ખેતરમાં પાકમાં મોટું નુકસાન પહોંચ્‍યું છે. ઘઉં સહિતના પાકો હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. ૫ ઈંચ વરસાદથી ગામની નદીઓમાં પણ ઘોડાપૂર છે. ગઈકાલે કરા સાથે ભારે વરસાદ થતા ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે. માવઠા બાદ ઉમેદપુર ગામની જમીની હકીકતના દ્રશ્‍યો સામે આવ્‍યા છે.

બીજી બાજુ, સાબરકાંઠામાં પણ માવઠું થતાં ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. માવઠાને લીધે તૈયાર ઘઉં, તમાકુ, ચણા, જીરુંના પાકમાં નુકસાનની ભીતિ છે. રાત્રે થયેલા માવઠાથી ઘઉં, ચણા, જીરુંનો પાક પલળ્‍યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાનની દહેશત છે.

આ ઉપરાંત વરસાદને લીધે રસ્‍તા પર ખાડા પડવા અને રોડ પર ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. વડોદરામાં કમોસમી વરસાદમાં રોડ પર ભૂવા પડ્‍યાં છે. જ્‍યારે ડ્રેનેજ લાઈનના નબળા પુરાણમાં ખાડામાં ગાડી ફસાઈ હતી. ભાયલી હાઈ ટેન્‍શન રોડ પર ગાડી ફસાઈ હતી. ડ્રેનેજ લાઈનના નબળા પુરાણથી રોડ બેસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી બાજુ, વરસાદને કારણે ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્‍યો સર્જાયા છે. સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયાં છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંભોઈ ભિલોડા રોડ પર વરસાદી પાણી ભરાયાં છે. સુરજપુરા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ઘૂસ્‍યાં હોવાનું સામે આવ્‍યું છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે.

Related posts

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

Ahmedabad Samay

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા ઓઢવમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાટલામાં રીફીલીંગ કરતા કામને ઝડપી પડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો