October 6, 2026
Other

નરોડામાં બનશે 2 માળનું ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 1.25 લાખ લોકોને મળશે લાભ

19,510 ચોરસ મીટર વિસ્તારમાં ₹32.61 કરોડના ખર્ચે બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ; 2027ના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે એક વિશાળ 2 માળના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નરોડામાં રાજહંસ પાર્ટી પ્લોટ પાછળ આવેલા 19,510 ચોરસ મીટર વિસ્તારમાં અંદાજે ₹32.61 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આ પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે અને 2027ના અંત સુધીમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયા બાદ નરોડા સહિત આસપાસના વિસ્તારોના અંદાજે 1.25 લાખ લોકોને તેનો લાભ મળવાની શક્યતા છે.

એક જ સ્થળે અનેક રમતગમતની સુવિધાઓ

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર તેમજ આઉટડોર રમતો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં મલ્ટીપર્પઝ હોલ, બેડમિન્ટન કોર્ટ, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પૂલ અને અન્ય રમતગમતની સુવિધાઓનો સમાવેશ થાય છે.

ઇન્ડોર સ્પોર્ટ્સ માટે અંદાજે 810 ચોરસ મીટરના વિસ્તારમાં 4 કોર્ટ ધરાવતો મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવશે. ઉપરાંત સ્ક્વોશ કોર્ટ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને ચેસ જેવી રમતો સાથે આધુનિક જિમની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.

આઉટડોર સ્પોર્ટ્સમાં આશરે 50 મીટર x 25 મીટરનો સ્વિમિંગ પૂલ, બે કોર્ટ તેમજ અન્ય રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

પાર્કિંગની પણ વ્યવસ્થા

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવતા લોકો માટે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રોજેક્ટમાં આશરે 30 કાર અને 47 ટુ-વ્હીલર માટે પાર્કિંગ ક્ષમતા રાખવામાં આવી છે.

અન્ય વિસ્તારોમાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ

માહિતી મુજબ અમદાવાદના ગોતા, રાણીપ, નિકોલ, સરખેજ, શાહપુર, વટવા, નરોડા અને વાડજ સહિત કુલ 8 સ્થળોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આગામી બે વર્ષમાં આ સ્થળો તૈયાર થયા બાદ સ્થાનિક લોકોને ઇન્ડોર અને આઉટડોર રમતગમત માટે વધુ સારી સુવિધાઓ મળી શકશે.

Related posts

નિર્મલા સીતારમણે રજૂ કરેલા તેમના નવમા બજેટમાં મધ્યમ વર્ગ અને પગારદાર કરદાતાઓ માટે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

Ahmedabad Samay

ગૃહમંત્રી શાહ : બંને કોર્ટમાં પડતર ફોજદારી કેસોના નિકાલ માટે સાંજની અદાલતો સ્‍થાપવા અને નવી સિસ્‍ટમો વિકસાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે.

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો