August 9, 2026
મનોરંજન

રણબીર કપૂરને  લોકમત મહારાષ્ટ્રીયન એવોર્ડ ઓફ ધ યર પુરસ્કારની 10મી એડિશનમાં મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ અપાયો

બોલીવુડ અભિનેતા રણબીર કપૂરને  લોકમત મહારાષ્ટ્રીયન એવોર્ડ ઓફ ધ યર પુરસ્કારની 10મી એડિશનમાં મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ અપાયો. એવોર્ડ લેતી વખતે અભિનેતાએ પોતાની લાઈફના 3 રૂલ વિશે જણાવ્યું અને કહ્યું કે તેઓ હંમેશા ભારતનો એક સારો નાગરિક બનવાની કોશિશ કરે છે અને તેઓ એક પ્રાઉડ મુંબઈકર છે.

રણબીર કપૂરે પોતાની સ્પીચમાં જણાવ્યું કે તેઓ ભારતના મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની સલાહ માને છે. મુકેશ અંબાણીને રણબીરે પોતાની પ્રેરણા ગણાવ્યા.  રણબીરે જણાવ્યું કે મુકેશ અંબાણીએ તેને કહ્યું હતું કે ક્યારેય સફળતા કે નિષ્ફળતાને પોતાના મગજ પર હાવી થવા દેવી જોઈએ નહીં. આ વિશે જણાવતા રણબીરે કહ્યું કે મારો પહેલો લક્ષ્ય સારું કામ કરતા રહેવાનું છે. મે મુકેશ (અંબાણી) ભાઈની બહુ સલાહ લીધી, જેમણે મને કહ્યું કે તમારું માથું નીચું રાખીને કામ કરતા રહો. સફળતાને માથા પર અને નિષ્ફળતાને દિલ પર ન લો.

અભિનેતાએ વધુમાં કહ્યું કે મારું બીજુ લક્ષ્ય એક સારો વ્યક્તિ બનવાનું છે. હું એક સારો પુત્ર, સારો પિતા, સારો પતિ, સારો ભાઈ અને મિત્ર બનવા માંગુ છું. સૌથી જરૂરી હું એક સારો નાગરિક બનવા માંગુ છું. મને મુંબઈકર હોવા પર ગર્વ છે અને આ એવોર્ડ મારા માટે બહુ મહત્વ ધરાવે છે. રણબીર કપૂરને આ એવોર્ડ જંપીગ જેક ગણાતા દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રના હાથે મળ્યો હતો.

એવોર્ડ આપતી વખતે જિતેન્દ્રને દિવંગત ઋષિ કપૂર યાદ આવી ગયા. તેમણે કહ્યું કે તમે આ એવોર્ડ રણબીરને આપી રહ્યા છો જે મારા મિત્રનો પુત્ર છે. હું કાલથી તૈયારી કરી રહ્યો હતો કે મારે શું બોલવાનું છે. મારી પત્ની, પુત્રી, પુત્ર મને ગાઈડ કરી રહ્યા હતા.

Related posts

ફિલ્મ ધુરંધરમાં રણવીર સિહનો આ રોલ માત્ર એક ઝલક જ, પાર્ટ 2 માં હશે અશલી રૂપ

Ahmedabad Samay

હજુ સુધી માધુરી દીક્ષિતના પુત્ર અરીનને જોયો નથી? જુનિયર નેને અને માચો મેન એકદમ હેન્ડસમ બની ગયો છે

Ahmedabad Samay

ડીપ નેક ચોલી પહેરીને સની લિયોને ચાહકોને દિવાના કર્યા, તસવીરો જોઈને લોકોએ કરી આવી કમેન્ટ…

admin

લગ્ન પછી કિયારા અડવાણીએ બતાવ્યો સૌથી બોલ્ડ અવતાર, એવી જગ્યાએથી કપડાં ગાયબ હતા કે સિદ્ધાર્થ પણ નશામાં આવી જશે!

admin

સ્ટેટ ઓફ સીજ’ની ત્રીજી સીઝન ભારતીય સંસદભવન પર થયેલા હુમલા પર બનશે

Ahmedabad Samay

અજય દેવગણ અભિનીત ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’નું ગીત ‘નચડી’ થયું રિલીઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો