April 21, 2024
મનોરંજન

ગુજરાતી ફિલ્મ વંશ આધારિત અજય દેવઘની ફિલ્‍મનું શૈતાન નું ટ્રેલર રિલીઝ

અજય દેવગન આ દિવસોમાં તેની બહુપ્રતિક્ષિત સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્‍મ ‘શૈતાન’માટે ચર્ચામાં છે. હવે નિર્માતાઓએ ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જે ખૂબ જ દમદાર લાગે છે. ટ્રેલરમાં, અજય તેના પરિવારને દુષ્ટ શક્‍તિથી બચાવતો જોવા મળે છે.

ટ્રેલરમાં જોઈ શકાય છે કે એક શૈતાન બળપૂર્વક અજય દેવગનના ઘરે આવે છે અને તેની દીકરી પર કાળો જાદુ કરે છે અને તેને પોતાની કઠપૂતળી બનાવે છે. ફિલ્‍મમાં ‘શેતાન’નું પાત્ર ભજવનાર આર માધવન પોતાની ઊગ્ર સ્‍ટાઈલથી લોકોને ડરાવતો જોવા મળે છે.

પોતાની દીકરીની લાચાર હાલત જોઈને અજય દેવગન પોતાનો ગુસ્‍સો ગુમાવી બેસે છે અને ‘શૈતાન’સાથે લડે છે. હવે એ જોવું રોમાંચક રહેશે કે શું અજય પોતાની દીકરીને શેતાનની ચુંગાલમાંથી બહાર કાઢી શકશે કે પછી શેતાન જીતશે? તે તો ફિલ્‍મ જોયા પછી જ ખબર પડશે.

ટ્રેલરને દર્શકોનો સકારાત્‍મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફેન્‍સ ટ્રેલરની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સ આ ફિલ્‍મને સુપરહિટ જાહેર કરી ચૂક્‍યા છે. અજય દેવગનની પોસ્‍ટ પર કોમેન્‍ટ્‍સનું પૂર આવ્‍યું છે. ફેન્‍સ તેની એક્‍ટિંગના વખાણ કરતા થાકતા નથી.

વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્‍મ ૮ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્‍મમાં સારા અને અનિષ્ટ વચ્‍ચેની લડાઈ જોવા મળશે. ટ્રેલર જોયા બાદ ચાહકો આ ફિલ્‍મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અજય દેવગનના વર્ક ફ્રન્‍ટની વાત કરીએ તો આ વર્ષે તે ઘણી ફિલ્‍મો સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ‘શૈતાન’પછી, અજય સ્‍પોર્ટ્‍સ ડ્રામા મેદાનમાં પણ જોવા મળશે, જેમાં તે ફૂટબોલ કોચ સૈયદ અબ્‍દુલ રહીમની ભૂમિકા ભજવશે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્‍મ ૨૩ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય સુપરસ્‍ટાર રોહિત શેટ્ટીની ફિલ્‍મ ‘સિંઘમ અગેન’માં પણ જોવા મળશે. કતારમાં તે અજયની ફિલ્‍મ ‘ઓરોં મેં કહાં દમ થા’માં પણ જોવા મળશે, જેમાં તબ્‍બુ સાથે તેની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળશે. અભિનેતા આ વર્ષે ‘રેઈડ ૨’ અને ‘સાડે સાતી’ જેવી ફિલ્‍મોમાં પણ જોવા મળવાનો છે.

અજય દેવગન આ વર્ષે પાંચ ફિલ્‍મો લઈને આવવાનો છે. જોકે તેની ત્રણ ફિલ્‍મો ફક્‍ત પચાસ દિવસમાં આવવાની છે. તે ભલે વર્ષમાં પાંચ ફિલ્‍મો લઈને આવવાનો હોય, પરંતુ તેની ત્રણ ફિલ્‍મો ફક્‍ત પચાસ દિવસની અંદર આવવાની છે જે મોટા ભાગે કોઈ એક્‍ટર્સ નથી કરતા. હાલમાં જ તેણે જાહેરાત કરી હતી કે તેની સુપરનેચરલ ‘શૈતાન’આ વર્ષે ૮ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્‍મમાં તેની સાથે આર. માધવન, જયોતિકા અને જાનકી બોડીવાલા પણ દેખાશે.

Related posts

શું ગોવિંદા તેની ડૂબતી કારકિર્દી માટે ખરેખર જવાબદાર હતાં.. આ અભિનેતા આ સત્ય જણાવ્યું…!

Ahmedabad Samay

Ranbir Kapoor: રણબીરની માતાએ સ્ટારની જૂની ગર્લફ્રેન્ડને આપ્યો મેસેજ, જો તે તમને 7 વર્ષ સુધી ડેટ કરે તો…

Ahmedabad Samay

તાપસી ફિલ્મ “રશ્મિ રોકેટ” માટે કરી રહી છે વર્કઆઉટ

Ahmedabad Samay

સાધુસંત અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દા પર પહેલી વાર ફિલ્મ બનાવવામાં આવી

Ahmedabad Samay

આશ્રમની ત્રીજી સિરીઝનું શૂટિંગ શરૂ

Ahmedabad Samay

‘કુરુતિ’ 11 ઓગસ્ટે વૈશ્વિક ડિજિટલ પર થશે રિલીઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો