ધ કપિલ શર્મા શોમાં જોવા મળતી અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ આ શોમાં તેના હાસ્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ શોમાં અર્ચના ઉપર દ્યણા જોકસ બોલવામાં આવે છે, ત્યારે પણ તે ખૂબ જોરથી હસતી અને હસાવતી જોવા મળે છે. આ શોમાં નવજોત સિંહ સિધ્ધુ જજની ખુરશી પર બેસતા હતા, પરંતુ હવે તેમની જગ્યાએ ફિલ્મ અને ટીવી જગતની પ્રખ્યાત અર્ચના પૂરણ સિંહ જોવા મળે છે.
શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ કેટલા પૈસા લે છે? જો તમને આ ખબર પડશે તો તમને પણ આશ્ચર્ય થશે. હા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને એક એપિસોડમાં હસવા માટે ૧૦ લાખ રૂપિયા મળે છે.