November 7, 2026
અપરાધ

અમદાવાદ ગીતામંદિર ST બસ સ્ટેશન પર મુસાફરો પાસે બળજબરીથી પૈસા પડાવવાનો મામલો: ત્રણ કિન્નરો સામે ગુનો નોંધી પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદ: અમદાવાદના ગીતામંદિર સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશન પર મુસાફરોને પરેશાન કરી બળજબરીપૂર્વક નાણાં પડાવવાના કિસ્સામાં કાગડાપીઠ પોલીસે કાર્યવાહી કરી છે. બસ સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે એસ.ટી. બસો રોકીને મુસાફરો પાસેથી પૈસાની ઉઘરાણી કરવા અને નાણાં ન આપનારને માર મારવાની ધમકી આપવાના આરોપસર ત્રણ કિન્નરોને પોલીસે ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારની સાંજે ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે ત્રણ કિન્નરો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો હતો. આ ટોળકી બસોની અવરજવરમાં અડચણ ઊભી કરીને મુસાફરો અને બસચાલકોને પરેશાન કરતી હોવાની માહિતી એસ.ટી. નિગમના ટ્રાફિક સ્ટાફને મળી હતી.

માહિતી મળતાં જ ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન આ શખ્સો ચાલુ એસ.ટી. બસમાં ચઢીને મુસાફરો પાસે બળજબરીથી પૈસા માગતા હોવાનું સામે આવ્યું હતું. જે મુસાફરો નાણાં આપવાનો ઇનકાર કરતા તેમને જાહેરમાં માર મારવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ આક્ષેપ છે.

ગીતામંદિર બસ સ્ટેશનના એક્ઝિટ ગેટ પરથી દરરોજ મોટી સંખ્યામાં લાંબા અંતરની બસો પસાર થાય છે. આરોપીઓ ગેટની બહાર જ બસોની અવરજવરમાં અવરોધ ઊભો કરતા હોવાથી પાછળ બસોની લાંબી કતારો લાગી જતી હતી. પરિવાર સાથે મુસાફરી કરતા લોકો સંકોચ કે ડરના કારણે નાણાં આપી દેતા હોવાની વિગતો પણ સામે આવી છે.

એસ.ટી. નિગમના સતર્ક ટ્રાફિક સ્ટાફે સમયસૂચકતા દાખવી ત્રણેયને ઝડપી પોલીસને સોંપ્યા હતા. ત્યારબાદ કાગડાપીઠ પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીતામંદિર બસ સ્ટેશન જેવા ધમધમતા જાહેર પરિવહન કેન્દ્રમાં મુસાફરોને થતી આવી હેરાનગતિને પગલે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

યુવતીઓને ચેતવણી આપતો લવ જેહાદ કિસ્સો આવ્યો સામે,વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી એક હિન્દુ યુવતી લવ જેહાદનો શિકાર બની

Ahmedabad Samay

પાલડી વિસ્તારમાં જાહેરમાં થયેલ હત્યા કેસમાં પોલીસે આ ઘટનામાં  7 આરોપીઓની અટકાયત કરી છે.

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરાઇ

Ahmedabad Samay

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિકાસ દુબેએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણ

Ahmedabad Samay

શાળામાં અભ્યાસ કરતી ૧૧ વર્ષની સગીરાને રસ્તામાં રોકી નરાધમે ₹100 ની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, માસૂમિયત નો ઉઠાવ્યો ફાયદો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો