August 8, 2026
ગુજરાતજીવનશૈલી

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

દરેક ઘરમાં વપરાતા દૂધના ભાવ ટૂંક સમયમાં ઘટવાના છે. તાજેતરમાં, સરકારે GST કાઉન્‍સિલની બેઠકમાં નિર્ણય લીધો છે કે પેકેજ્‍ડ દૂધને ૫% GSTમાંથી મુક્‍તિ આપવામાં આવશે. આ નિર્ણય અમલમાં આવતાની સાથે જ દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

આ ફેરફારનો હેતુ શું છે? : આ GST મુક્‍તિનો સીધો લાભ સામાન્‍ય ગ્રાહકોને મળશે કારણ કે દૂધ પરનો ૫% કર દૂર કરવામાં આવશે. આ પગલાનો હેતુ વધતી જતી મોંઘવારી વચ્‍ચે દૂધ જેવી આવશ્‍યક વસ્‍તુને વધુ સસ્‍તું બનાવવાનો છે જેથી દરેક પરિવાર સસ્‍તું અને ગુણવત્તાયુક્‍ત દૂધ મેળવી શકે.

અમૂલ અને મધર ડેરીના વર્તમાન ભાવ  : અમૂલ ઉત્‍પાદનોમાં, ફુલ ક્રીમ દૂધ ‘અમૂલ ગોલ્‍ડ’ની કિંમત લગભગ ૬૯ રૂપિયા પ્રતિ લિટર છે, જ્‍યારે ટોન્‍ડ દૂધ ૫૭ રૂપિયા પ્રતિ લિટરમાં વેચાય છે. તેવી જ રીતે, મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ ૬૯ રૂપિયામાં અને ટોન્‍ડ દૂધ લગભગ ૫૭ રૂપિયામાં ઉપલબ્‍ધ છે. ભેંસ અને ગાયના દૂધના ભાવ પણ ૫૦-૭૫ રૂપિયા પ્રતિ લિટરની વચ્‍ચે છે.

GST દૂર થયા પછી દૂધના ભાવ કેટલા ઘટશે?

સરકારની યોજના મુજબ, દૂધના ભાવ લગભગ ૩ થી ૪ રૂપિયા પ્રતિ લિટર ઘટશે. ઉદાહરણ તરીકે, અમૂલ ગોલ્‍ડનો ભાવ લગભગ ૬૫-૬૬ રૂપિયા સુધી ઘટી જશે, જ્‍યારે મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ પણ આ જ શ્રેણીમાં આવવાની અપેક્ષા છે. ટોન્‍ડ દૂધ અને ભેંસના દૂધ પર પણ આવી જ રાહત જોવા મળશે.

કયું દૂધ સસ્‍તું થશે?

અમૂલ ગોલ્‍ડ (ફુલ ક્રીમ) – રૂ.૬૯ થી રૂ.૬૫-૬૬

અમૂલ ફ્રેશ (ટોન મિલ્‍ક) – રૂ.૫૭ થી રૂ.૫૪-૫૫

અમૂલ ટી સ્‍પેશિયલ – રૂ.૬૩ થી રૂ.૫૯-૬૦

ભેંસનું દૂધ – રૂ.૭૫ થી રૂ.૭૧-૭૨

ગાયનું દૂધ – રૂ.૫૮ થી રૂ.૫૫-૫૭

મધર ડેરી ફુલ ક્રીમ – રૂ.૬૯ થી રૂ.૬૫-૬૬

મધર ડેરી ટોન્‍ડ મિલ્‍ક – રૂ.૫૭ થી રૂ.૫૫-૫૬

મધર ડેરી ભેંસનું દૂધ – રૂ.૭૪ થી રૂ.૭૧

મધર ડેરી ગાયનું દૂધ – રૂ.૫૯ થી રૂ.૫૬-૫૭

નવો નિયમ કયારે લાગુ થશે?

સરકારનો આ નિર્ણય ૨૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ થી અમલમાં આવશે. આ પછી, અમૂલ અને મધર ડેરી સહિત અન્‍ય પેકેજ્‍ડ દૂધ ઉત્‍પાદનોના ભાવ નવા GST-મુક્‍ત દરે નક્કી કરવામાં આવશે, જેનાથી બજારમાં દૂધના ભાવ ઝડપથી ઘટશે.

Related posts

રાષ્ટ્રીય માં ભવાની રાજપૂતના સંઘ દ્વારા ઉજવાઇ શિવાજી જ્યંતી

Ahmedabad Samay

ઇંડા કે દૂધ, શેમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જાણો કોનાથી કેટલો ફાયદા

Ahmedabad Samay

આજથી હેલ્મેટ ફરજીયાત, ૦૯ થી ૨૦ સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઇવ રહશે, હેલ્મેટ ન પહેરવા પર ગુન્હો દાખલ કરાશે

Ahmedabad Samay

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ

Ahmedabad Samay

ગુજરાતનું કુલ જાહેર દેવું હવે ૩.૮૦ લાખ કરોડ પર પહોંચી ગયું, દરેક ગુજરાતીના માથે આશરે રૂ.૬૬,૦૦૦નું દેવું છે.

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો