September 23, 2026
ગુજરાત

અમદાવાદના કોટ વિસ્‍તારમાં આવેલી સદુમાતાની પોળમાં આજે પણ વર્ષો જૂની પરંપરા અકબંધ,પુરુષોએ સાડી પહેરીને સદુમાતાજીના ગરબે ઘૂમીને માતાજીને રીઝવ્‍યાં

અમદાવાદના કોટ વિસ્‍તારમાં આવેલી સદુમાતાની પોળમાં આજે પણ વર્ષો જૂની પરંપરા અકબંધ છે. એમાં સોમવારે રાતે પુરુષોએ સાડી પહેરીને સદુમાતાજીના ગરબે ઘૂમીને માતાજીને રીઝવ્‍યાં હતાં અને બાધાની માનતા પૂરી કરી હતી.

અમદાવાદના શાહપુર વિસ્‍તારમાં આવેલી સદુમાતાની પોળમાં સદુમાતાજીની ગરબી ગાવાનો ઉત્‍સવ ઊજવાય છે. આ ગરબીની વિશેષતા એ છે કે આ ગરબીમાં માત્ર પુરુષવર્ગ સાડી પહેરીને ગરબા રમે છે.   ‘દર નવરાત્રિની આઠમે સદુમાતાની પોળમાં બારોટ સમાજના પુરુષો તેમની બાધા-માનતા પૂરી થતાં સદુમાતાના ગરબે રમે છે.

વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે.કોઈને સંતાન ન થતું હોય કે કોઈ કામ ન થતું હોય અને સદુમાતાજીની બાધા રાખે અને કામ પૂરું થાય તો પુરુષો સાડી પહેરીને નવરાત્રિની આઠમે સદુમાતાજીના મંદિરે આવીને ગરબા રમે છે. હવે તો બારોટ સમાજ ઉપરાંત અન્‍ય સમાજના લોકો પણ સદુમાતાજીની બાધા રાખે છે અને બાધા પૂરી થતાં સાડી પહેરીને માતાજીના ગરબા રમે છે. આ ગરબા નવરાત્રિની આઠમે થાય છે.

પહેલાં બેઠાં-બેઠાં માતાજીની ગરબી ગવાય છે અને એ પછી ચોકમાં પુરુષો ગરબા રમીને બાધા પૂરી કરે છે.

Related posts

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે સેકટર-૧૧માં આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રોમાંચક મેચને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી

Ahmedabad Samay

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

હેલ્થ વિભાગ દ્વારા 299 યુનિટ માંથી 176 યુનિટ માં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા CISF સબ ઇન્સપેક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા ઐતિહાસિક નિર્ણય,ટ્રાફિક પોલીસ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો