અમદાવાદના ઓઢવમાં 14 વર્ષીય કિશોરની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ઓઢવ ખાતે રબારી વસાહતમાં 14 વર્ષીય કિશોરની હત્યાની ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની હત્યા કરી છે. હવે આ મામલે ઓઢવ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
આ હત્યા ક્યા કારણે કરવામાં આવી તેની માહિતી સામે આવી નથી. અંગત અદાવતમાં કિશોરની હત્યા કરવામા આવી હોવાની શંકા કરાઇ રહી છે,
