September 21, 2026
ગુજરાત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલ IIM ના વિદ્યાર્થીને કોરોના થતા સુપર સ્પ્રેડર બન્યા

IIMમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોઇને આવેલા 5 વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેન્ડર બન્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોયા બાદ સંક્રમિત થયેલા IIMના 5 વિદ્યાર્થીઓએ વાતને છુપાવી હતી. છેલ્લા 4 દિવસમાં અમદાવાદ IIMમાં કુલ 40 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગઇકાલે IIMમાં વધુ 17 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

સંક્રમિત વિદ્યાર્થીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા નહતા. પીજીપી-2ના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે સંસ્થાએ ના તો કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને આઇસોલેટ કર્યા અને ના તો તેમણે 18-19 માર્ચે યોજાયેલી ઓફલાઇન પરીક્ષામાં સામેલ થતા રોક્યા હતા. આ કારણે IIMમાં કોરોનાના કેસ અચાનક વધી ગયા અને તમામના સ્વાસ્થ્યને ખતરામાં મુકી દીધો હતો. જોકે, IIM અમદાવાદે આ ગંભીર આરોપોને ફગાવી દીધા છે

ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ આચાર્યએ કહ્યુ કે, IIM કેમ્પસના વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડોમ ઉપર ચેકિંગ કરાવ્યું હતું પણ ઇન્ડિયન ઇંસ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસનું સરનામું આપ્યુ નહતું, તેના બદલામાં તેમણે પોતાના વતનના સરનામા આપ્યા હતા. IIM કેમ્પસમાં કોરોનાના કેસ વધતા વિદ્યાર્થીઓનું ગુરૂવારે ચેકિંગ કરવામાં આવતા 17 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બે સેમ્પલમાં ઉંમર વધુ હોવાથી IIMના પ્રોફેસર કોરોના સંક્રમિત થયા હોવાનું AMCનું અનુમાન છે.

Related posts

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

શહેરકોટડા પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૦ જેટલા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનુ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

મુંબઈમાં વરસાદ બાદ અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 124મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો