September 6, 2026
રમતગમત

૨૦૨૬ FIDE મહિલા ઉમેદવાર (Candidates) ટુર્નામેન્ટમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર વૈશાલી રમેશબાબુએ શાનદાર પ્રદર્શન કરતા ૮.૫/૧૪ ના સ્કોર સાથે વિજેતાનો તાજ પહેર્યો

ભારતીય ચેસ જગત માટે આજનો દિવસ ઉત્સવ સમાન બની ગયો છે. ૨૦૨૬ FIDE મહિલા ઉમેદવાર (Candidates) ટુર્નામેન્ટમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર વૈશાલી રમેશબાબુએ શાનદાર પ્રદર્શન કરતા ૮.૫/૧૪ ના સ્કોર સાથે વિજેતાનો તાજ પહેર્યો છે. આ જીત સાથે જ વૈશાલીએ વર્લ્ડ ચેમ્પિયનશિપના મુકાબલા માટે પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે, જ્યાં હવે તે વર્તમાન વિશ્વ વિજેતા ચીનની જુ વેનજુન સામે ખિતાબી જંગ લડશે.
વૈશાલીની ચોકસાઈ અને ‘ડ્રેગન’ વેરિએશનનો જાદુ અંતિમ રાઉન્ડમાં વૈશાલી સામે કેટેરીના લાગનો જેવો મોટો પડકાર હતો. વૈશાલીને જીતની સખત જરૂર હતી અને તેણે પોતાની શ્રેષ્ઠ ટેકનિકનું પ્રદર્શન કરતા સિસિલિયન ડિફેન્સ ડ્રેગન વેરિએશનમાં ૯૬% ચોકસાઈ સાથે રમત રમી. શાનદાર ઘરેલું તૈયારીને કારણે તેણે શરૂઆતમાં જ પ્યાદો જીતી લીધો અને અંતે લાગનોને હાર માનવા મજબૂર કરી દીધી. બીજી તરફ, બિબિસારા અસાઉબાયેવા ભારતની જ દિવ્યા દેશમુખ સામે ડ્રો કરી શકી, જેનાથી વૈશાલી માટે ટાઇટલનો રસ્તો સાફ થઈ ગયો.

“માતા-પિતાના બલિદાનનું ફળ”:

વૈશાલી પોતાની આ ઐતિહાસિક સફળતા બાદ ભાવુક થયેલી વૈશાલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, “આ મારા માટે એક સપનું સાકાર થવા જેવું છે. એક સમય એવો હતો જ્યારે મેં ઘણું રેટિંગ ગુમાવ્યું હતું, પણ મારી ટીમ અને પરિવારે મારો સાથ ન છોડ્યો. અમારા મધ્યમવર્ગીય પરિવાર માટે બે પ્રોફેશનલ ચેસ પ્લેયર્સ (વૈશાલી અને પ્રજ્ઞાનંધા) ને તૈયાર કરવા એ ૧૦ વર્ષની સંઘર્ષમય સફર છે.”
ફેબિયાનો કારુઆનાની ‘માસ્ટર ક્લાસ’ રમત
પુરૂષ વિભાગમાં જવોખિર સિંદારોવ પહેલેથી જ વિજેતા બની ચૂક્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં ફેબિયાનો કારુઆનાએ ચેસના ઈતિહાસની યાદગાર રમત રમી બતાવી. તેણે એન્ડ્રે એસિપેન્કો સામે રુક (Rook) નું સાહસિક બલિદાન આપીને એવી ચાલ ચાલી કે એન્જિનો પણ દંગ રહી ગયા. ૪૧મી ચાલ પર એસિપેન્કોએ હાર સ્વીકારી લીધી હતી.

સંઘર્ષ અને સફળતાની કહાની
વૈશાલીની આ જીત એટલા માટે ખાસ છે કારણ કે તેણે ગયા વર્ષે ઘણા ખરાબ પરિણામો જોયા હતા. જોકે, ગ્રાન્ડ સ્વિસ બાદ તેણે જે લય પકડી તે તેને આજે વિશ્વ વિજેતા બનવાની ઉંબરે લઈ આવી છે. ચેસ ચાહકો હવે વૈશાલી અને જુ વેનજુન વચ્ચેના હાઈ-વોલ્ટેજ ડ્રામા જેવી વર્લ્ડ ચેમ્પિયનશિપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વૈશાલીનું સૂત્ર: “જ્યારે બધું મુશ્કેલ જણાય, ત્યારે માત્ર રમત પર ધ્યાન કેન્દ્રિત કરો, પરિણામ આપોઆપ મળશે.

Related posts

સતત ત્રણ સિક્સ ફટકારી ટિમ ડેવિડે મુંબઇને જીતાડ્યું, યશસ્વીની સદી એળે ગઇ

Ahmedabad Samay

GT Vs DC: દિલ્હીથી મેચ હાર્યા બાદ હાર્દિક પંડ્યા થયો બેટ્સમેનો પર ગુસ્સે, જાણો શમીની બોલિંગ વિશે શું કહ્યું

Ahmedabad Samay

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે રોહિત શર્માની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું – તે પેનિક થઈ જાય છે…

Ahmedabad Samay

આઈસીસીએ ઇતિહાસ રચતા કુલ ?૧૨૨.૫ કરોડ (US$૪.૪૮ મિલિયન)ની ઇનામી રકમ જાહેર કરી

Ahmedabad Samay

ભારતની સ્ટાર શૂટર ઇલાવેનિલ વાલારિવનએ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટૂર્નામેન્ટનું સફળ આયોજન…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો