India vs Australia 3rd Test: ભારતીય ટીમે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે રમાતી ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચમાં શાનદાર જીત નોંધાવી છે. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરમાં રમાવાની છે.
પરંતુ આ ત્રીજી મેચ પહેલા ભારતીય ટીમનું ટેન્શન થોડું વધી ગયું છે. વાસ્તવમાં, કાંગારૂ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન ફિટ થઈ ગયો છે અને હવે તે ત્રીજી ટેસ્ટમાં રમે તેવી આશા છે. કેમેરૂન બેટિંગ અને બોલિંગ બંનેમાં ટીમને તાકાત પૂરી પાડે છે.
કેમરૂન ટીમને મજબૂત કરવા તૈયાર
23 વર્ષીય કેમરૂન ગ્રીનની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આ કારણે તે શ્રેણીની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. જોકે હવે તે સંપૂર્ણપણે ફિટ છે. ત્રીજી ટેસ્ટ પહેલા કેમરૂને કહ્યું છે કે તે બેટિંગ અને બોલિંગમાં પોતાની ટીમને મજબૂત કરવા માટે તૈયાર છે.
દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા કેમરૂન ગ્રીને કહ્યું, ‘જ્યારે તમે ઓલરાઉન્ડર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવો છો, ત્યારે તમે ટીમના સંયોજનમાં થોડી મદદ કરી શકો છો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ મેનેજમેન્ટ કેવા પ્રકારની ટીમને મેદાનમાં ઉતારે છે.
કેમરૂન ગ્રીને અત્યાર સુધી 18 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 35ની એવરેજથી 806 રન બનાવ્યા છે. કેમરૂન ગ્રીનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન રહ્યો છે. બોલિંગમાં કેમેરૂન ગ્રીને ટેસ્ટમાં 2.85ના ઇકોનોમી રેટથી બોલિંગ કરીને 23 વિકેટ લીધી છે. આ દરમિયાન એક ઇનિંગમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે.
છેલ્લી બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા , કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐય્યર , સૂર્યકુમાર યાદવ , ઉમેશ યાદવ , જયદેવ ઉનડકટ.