August 8, 2026
રમતગમત

ટીમ ઇન્‍ડિયાની બ્‍લુ જર્સી પર પોતાનું નામ અને નંબર-૩ જોઈ રહ્યો હતો ત્‍યારે તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા

બિહારના સમસ્‍તીપુર જિલ્‍લાના એક નાના ગામમાંથી નીકળીને ભારતીય ક્રિકેટના આકાશમાં ધ્રુવતારાની જેમ ચમકેલા ૧૫ વર્ષના ઓપનિગ બેટ્‍સમેન વૈભવ સૂર્યવંશીનું સપનું આખરે સાકાર થયું છે. આયર્લેન્‍ડ અને ઇંગ્‍લેન્‍ડ સામેની ટી૨૦ શ્રેણી તેમજ એશિયન ગેમ્‍સ માટે ભારતીય સિનિયર ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલો આ વન્‍ડર બોય જ્‍યારે પહેલીવાર ટીમ ઇન્‍ડિયાની બ્‍લુ જર્સી પર પોતાનું નામ અને નંબર-૩ જોઈ રહ્યો હતો ત્‍યારે તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક હૃદયસ્‍પર્શી વીડિયોમાં આ યુવા ક્રિકેટર અત્‍યંત ભાવુક દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્‍યારે ટીમ ઇન્‍ડિયાનો સપોર્ટ સ્‍ટાફ ‘રઘુ’ વૈભવના હોટલના રૂમ પર જર્સી બોક્‍સ આપવા પહોંચે છે, ત્‍યારે ૧૫ વર્ષનો આ સંસ્‍કારી કિશોર જર્સી સ્‍વીકારતા પહેલાં આદરપૂર્વક તેના પગે લાગીને આશીર્વાદ લે છે, જેણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે.

ટીમ ઇન્‍ડિયાની જર્સી હાથમાં લેતા જ વૈભવના ચહેરા પરની ખુશી અને ગર્વની લાગણી સ્‍પષ્ટ દેખાતી હતી. પોતાની લાગણીઓ વ્‍યક્‍ત કરતા વૈભવે જણાવ્‍યું હતું કે, સાચે જ, મારી પાસે આ ક્ષણને બયાન કરવા માટે શબ્‍દો ખૂટી પડ્‍યા છે. જીવનમાં જે સપના માટે મેં પહેલા દિવસથી હાથમાં ક્રિકેટ બેટ પકડ્‍યું હતું અને મેદાન પર પરસેવો પાડવાનું શરૂ કર્યું હતું, તે સપનું આજે પૂરું થયું છે. મારી આ સફરનું આ સૌથી મોટું અને મહત્‍વનું પગલું છે, જેને હું શબ્‍દોમાં વર્ણવી શકું તેમ નથી. આ બધું મને એક અદ્વુત સપના જેવું જ લાગી રહ્યું છે.

જર્સી જોતાની સાથે જ હું મારી ખુશી રોકી શક્‍યો નહોતો અને મારા ચહેરા પર સતત સ્‍મિત આવી ગયું હતું. કેટલીકવાર જીવનમાં એવું બને છે કે જેની તમે ક્‍યારેય કલ્‍પના પણ ન કરી હોય અને જ્‍યારે તે હકીકત બનીને સામે આવે ત્‍યારે તમે કેવી પ્રતિક્રિયા આપવી તે સમજી શકતા નથી. મારી સ્‍થિતિ પણ અત્‍યારે બિલકુલ એવી જ છે.

Related posts

ભારતે પાકિસ્તાનને ૬ રનથી પરાજય આપ્યો

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ધૂળેટી અમદાવાદમાં બની યાદગાર, રંગોમાં રંગાયા ખેલાડીઓ

Ahmedabad Samay

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી, ૯૧ રનથી જીત મેળવી

Ahmedabad Samay

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝમાં સ્ટેડિયમ ૧૦૦ ટકા ક્ષમતાથી ભરી શકાશે

Ahmedabad Samay

રાહુલ ગાંધીની અટકાયતના વિરોધ પ્રદર્શન દરમિયાન વરિષ્ઠ નેતા અમિત ચાવડા સહિત અનેક અગ્રણી નેતાઓ અને સભ્યોની પોલીસે સ્થળ પરથી અટકાયત કરાઇ

Ahmedabad Samay

ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રા કેટેગરીમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો