October 4, 2026
ધર્મ

આજ થી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ

આજ થી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ નિમિત્તે ઐતિહાસિક શિવધામો ભવ્ય શણગારથી ઝળહળી ઊઠ્યા છે. જામનગરના ભીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ફૂલો અને રંગબેરંગી રોશનીથી મનોરમ દ્રશ્યો સર્જાયા છે. પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો મંદિરોએ ઉમટ્યા છે.

દેવાધિદેવ મહાદેવ અને જગતજનની દેવી પાર્વતીની આરાધનાનો સૌથી પવિત્ર અને મહાફળદાયી ગણાતો શ્રાવણ માસ આજે ગુરુવારથી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શરૂ થઈ ચૂક્યો છે. આ ભક્તિમય પવિત્ર માસ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ૨૯ જુલાઈથી જ આ પવિત્ર માસનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.

 

ભારતના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં શ્રાવણ માસની તારીખોમાં આ તફાવતનું મુખ્ય કારણ ત્યાં પ્રચલિત અલગ-અલગ પંચાંગ છે. ઉત્તર ભારતના રાજ્યો ‘પૂર્ણિમંત’ કેલેન્ડર (પૂનમ પછી નવા મહિનાની શરૂઆત) ને અનુસરે છે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યો ‘અમાવસ્યંત’ કેલેન્ડર (અમાસ પછી નવા મહિનાની શરૂઆત) ના આધારે પોતાના તહેવારો ઉજવે છે. આ વૈજ્ઞાનિક અને ખગોળીય ગણતરીના કારણે જ ઉત્તર અને દક્ષિણમાં ઉજવણીની તારીખોમાં તફાવત જોવા મળે છે.

 

શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે રખાતા ‘શ્રાવણી સોમવાર વ્રત’નું અત્યંત વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. સામાન્ય રીતે પણ સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથને પ્રિય હોય છે, પરંતુ શ્રાવણ માસના સોમવારે શિવપૂજાનું પુણ્યફળ અનેકગણું વધી જાય છે. આ દિવસોમાં ભક્તો અંશતઃ અથવા પૂર્ણ નિરાહાર ઉપવાસ રાખીને શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક, મધ, ધતુરો, બીલીપત્ર અને પંચામૃત ચઢાવી ‘ઓમ નમઃ શિવાય’ ના પવિત્ર મંત્રોચ્ચાર સાથે મહાદેવની આરાધના કરે છે.

 

શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર શ્રાવણી સોમવારનું વ્રત જીવનમાં પરમ શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે. અપરિણીત યુવતીઓ મનોવાંછિત વર મેળવવા માટે આ વ્રત પાળે છે, જેમ કે દેવી પાર્વતીએ શિવજીને પતિરૂપે પામવા કઠોર તપ કર્યું હતું. તેમજ પરિણીત દંપતીઓ પોતાના દામ્પત્ય જીવનમાં સુખ અને સંવાદિતા જાળવી રાખવા માટે શિવ-પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

Related posts

આર્થિક તંગી અને દુશ્મનોના કારણે દુઃખી છો, તો લવિંગના આ 5 ઉપાયો અજમાવો, દૂર થશે બધી સમસ્યાઓ

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા જાણો રાશિ પ્રમાણે સપ્તાહની સ્વાસ્થ સંબધિત મહત્વની બાબત

Ahmedabad Samay

શનિવારે અડદની દાળ સાથે જોડાયેલ આ ઉપાય ખાલી તિજોરીઓ પણ ભરી દેશે!

Ahmedabad Samay

ઉભા રહીને પૂજા કરવી કેટલી યોગ્ય? જાણો સચોટ નિયમો, નહીં તો તમે પોતે જ આપશો ગરીબીને આમંત્રણ

Ahmedabad Samay

ગુરુ મેષ રાશિમાં સંક્રમણમાં જઈ રહ્યો છે, રાહુ સાથે યુતિને કારણે ગુરુ ચાંડાલ યોગ બનશે; 4 રાશિઓ પર સંકટ

Ahmedabad Samay

જાણો ગણેશ ચતુર્થી પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય કયો છે? ગણેશ ચતુર્થીના દિવસે અભિજિત મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો