September 8, 2026
અપરાધ

ઓઢવ પોલીસ સ્ટેશનમાં બદનામીના કેસમાં આરોપીની ધરપકડ કરાઇ

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં એક મહિલા અરજદારને છેલ્લા કેટલાક મહિનાથી સતત હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. તા.૨૧ જુલાઈ ૨૦૨૬ થી તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન અરજદારના મોબાઈલ નંબર પર અલગ-અલગ અજાણ્યા નંબરોથી વોટ્સએપ મેસેજ અને કોલ આવતા હતા. આ મેસેજોમાં અરજદારના ફોટા, ઘરનું સરનામું તથા ફરજીયાત માહિતી સાથે બદનામી કરવાના ઈરાદે લખાણ મોકલવામાં આવતું હતું.

અજાણ્યા ઈસમે અરજદારના ફોટા લગાવેલી ચલણી નોટો પર બદનામીજનક લખાણ લખીને અમદાવાદના નરોડા, રામોલ ટોલનાકા, હાટકેશ્વર સર્કલ, સગરવા ગામ અને ઓઢવ રિંગ રોડ જેવા વિસ્તારોમાં રસ્તા પર નાખી દીધા હતા. આ કારણે અલગ-અલગ લોકોના ફોન અને મેસેજ આવતા હોવાથી અરજદારને શારીરિક અને માનસિક ત્રાસ થતો હતો.

📌 ફરિયાદ અને તપાસ
ગઈકાલે તા.૦૬/૦૯/૨૦૨૬ના રોજ અરજદારએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૭૨૬૧૫૪૪/૨૦૨૬ હેઠળ ભારતીય દંડ સંહિતા-૨૦૨૩ની કલમ ૭૯ મુજબ કેસ નોંધાયો. બાદમાં મેઈન પોલીસ કચેરી, સહાયક પોલીસ કમિશનર (સેક્ટર-૨), નાયબ પોલીસ કમિશનર (ઝોન-૮) તથા મદદનીશ પોલીસ કચેરી “આર” ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી.

📌 સી.સી.ટી.વી. તપાસ અને પુરાવા
પોલીસે આશરે ૧૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા. તા.૦૪/૦૯/૨૦૨૬ના રોજ ઓઢવ એસપી રિંગ રોડ પર આવેલી નવી આકડના પાર્કિંગમાંથી ચલણી નોટો મળી આવી. સી.સી.ટી.વી. ફૂટેજમાં એક વ્યક્તિ હાથમાં થેલો લઈને આવીને નોટો નાખતો દેખાયો.

📌 આરોપીની ધરપકડ
સી.સી.ટી.વી. તપાસના આધારે આરોપીનું ઘર સુધીના કેમેરા ચેક કરવામાં આવ્યા. અંતે આરોપી રવિન સ/ઓ મુલાલ મુલાલાલ પંચાલ (ઉંમર ૩૬, રહેવાસી: રાધે નાટસ, ઓઢવ, અમદાવાદ)ને પોલીસે પકડી પાડ્યો.

પોલીસે ઝડપી કાર્યવાહી કરીને અરજદારને ન્યાય અપાવી પ્રશંસનીય કાર્ય કર્યું છે.

Related posts

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

માસ્કની ડિમાન્ડ વધતા, માસ્ક ખરીદવા નકલી નોટનો થયો ઉપયોગ

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું

Ahmedabad Samay

બોપલ વિસ્તારમાં આવેલ સ્કાય સિટીમાં આવેલ Arcus સોસાયટીમાં બન્યો લૂંટનો બનાવ

Ahmedabad Samay

નારોલ : વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો