૧૪ દિવસથી ગુમ થયેલ યુવકની લાશ મળી: મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી રાજકોટમાં રોજ બરોજ આત્મહત્યાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો નાની નાની મુશ્કેલીથી હજી પોતાના અમૂલ્ય જીવનનો અંત કરી બેસે છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૧૪ દિવસથી ગુમ યુવકની લાશ બસ સ્ટન્ડમાંથી મળી. મળતી માહિતી અનુસાર પડધરીના દેપાળીયા ગામના બસ સ્ટેન્ડમાં એક યુવકની લટકતી લાશ મળી હતી જેથી લોકોમાં ચકચાર મચી ગયો હતો બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે મૃત દેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસથી જાણવા મળ્યું કે આ યુવકનું નામ હાર્દિકભાઈ મુંગરા છે. તેઓ રાજકોટમાં રહે છે અને દેરીનો કામ ધંધો કરે છે. તેઓ છેલ્લા ૧૪ દિવસથી ગુમ થયા હતા. ઘરેથી ડેરી જાવ છું કહી નીકળ્યા બાદ ૧૪ દિવસથી ઘરે પાછા આવ્યા ન હતા. ૧૪ દિવસ બાદ યુવકની લાશ જોઈ પરિવારમાં ગમગીન માહોલ છવાયો હતો. પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.