“ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામમાં આપ નેતા ઈસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણ રામના કાફલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો,ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે.
ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે.
જનસંવેદના યાત્રા દરમિયાન કરી રહ્યા હતા અને વીસથી પચીસ લોકો અચાનક તૂટી પડ્યા અને લોખંડની પાઈપોથી હુમલા કરવામાં આવ્યા છે. ખુરશીઓની નીચે છુપાઈને અમે લોકોએ જીવ બચાવ્યો છે અને અહિયાં મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. અમે આમારા કાર્યકર્તાઓને લોહીલુહાણ જોયા છે.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે વિજયભાઈ આ વ્યવસ્થાને નહીં સંભાળી શકે. આજે માંડ માંડ જીવ બચાવ્યો છે અને મહેશભાઇ સવાણી પણ કારમાં નીચે છુપાઈ ગયા હતા અને માંડ માંડ જીવ બચાવવામાં આવ્યો છે.”
આ હુમલો આમ આદમી પાર્ટી ઉપર નહીં પરંતુ ગુજરાતની જનતા ઉપર છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે જનતા તેનો જવાબ દેશે હજુ તો ચૂંટણી આવી નથી ત્યાં જ ભાજપ દ્વારા આવી હલકી રાજનીતિ કરવામાં આવી રહી છે જે ગુજરાતના લોકો ચલાવી નહીં લે.